Site icon Revoi.in

આસામ-મેઘાલય બોર્ડર પર હિંસાઃ હવે ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ 

Social Share

રાંચી:આસામ-મેઘાલય બોર્ડર પર ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ આજે ​​દાવો કર્યો છે કે,મેઘાલયના ગ્રામવાસીઓના એક જૂથે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વન કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ લગાડી છે.ગઈ કાલે પોલીસ અને ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા હતા.

મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ ગામના રહેવાસીઓ મંગળવારે રાત્રે છરીઓ, સળિયા અને લાકડીઓથી સજ્જ થઈને આસામની ખેરોની ફોરેસ્ટ રેન્જ હેઠળની આંતરરાજ્ય સરહદ પર બીટ ઓફિસની સામે એકઠા થયા હતા અને માળખાને આગ લગાવી દીધી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,ટોળાએ ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ કરી અને પરિસરમાં પાર્ક કરેલી ફર્નિચર, દસ્તાવેજો અને મોટરસાઇકલ જેવી મિલકતોને આગ ચાંપી દીધી.એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી ત્યાં તૈનાત વન કર્મચારીઓને કોઈ ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

આસામ અને મેઘાલય વચ્ચે સરહદ વિવાદને લઈને મંગળવારે થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા હતા.આસામ સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે,આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.