નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વેને હરાજીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવે પોતાની બેઠકથી પ્રભાવિત કર્યાં છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં યાદવે 25 બોલમાં 61 રન ફટકાર્યાં હતા. વિરાટ કોહલીએ સુર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી. કોહલી ઉપરાંત રાહુલ દ્રવીડ અને બીસીસીઆઈએ પણ સૂર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ સૂર્યકુમારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે તે ક્રિઝ પર હોય ત્યારે તેની બેટિંગ જોવાનો એક અલગ જ આનંદ હોય છે.ઝિમ્બાબ્વે સામે ભારતની 71 રનની જીત બાદ દ્રવિડે કહ્યું હતું કે, મને લાગે છે કે તેણે આ પ્રદર્શન કર્યું છે. અમારા માટે અપવાદરૂપે સારું. તેને બેટિંગ કરતા જોવાનો આનંદ છે. જ્યારે તે આ પ્રકારના ફોર્મમાં હોય ત્યારે તેને જોવાનો આનંદ છે. દરેક વખતે એવું લાગે છે કે તે મનોરંજન માટે ઉતર્યો છે અને તેમાં કોઈ શંકા નથી. મુખ્ય કોચે તેની શાનદાર ઇનિંગ્સ વિશે કહ્યું, હા, તે અવિશ્વસનીય છે. એટલા માટે સૂર્યકુમાર હાલમાં T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. હવે તેનો સ્ટ્રાઈક રેટ જ્યાં છે તે જાળવી રાખવું સરળ નથી. તેથી તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે શાનદાર છે.