Site icon Revoi.in

રોહિત શર્મા સાથેના વિવાદની ચર્ચાઓ ઉપર કોહલીએ મુક્યો પૂર્ણવિરામ

Social Share

મુંબઈઃ ટીમ ઈડિન્યામાં વિરાટ કોહલી અને રોહતિ શર્મા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ઉભો થયાની ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન દક્ષિણ આપ્રિકાના પ્રવાર પહેલા ટીમ ઈન્ડિયાની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિરાટ કોહલીએ કેટલાક મહત્વના સવાલાનો જવાબ આપ્યાં હતા. દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, જે અટકળો વહેતી થઈ છે તે પાયાવિહોણી છે હું વન-ડે સિરીઝ માટે ઉપલબ્ધ છું. તેમજ રોહિત શર્મા સાથે કોઈ વિવાદ નહીં હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, ટી-20 ઈન્ટરનેશનની કેપ્ટનશીપ છોડતા પહેલા બીસીસીઆઈને આ અંગે વાત કરી હતી. મારો દ્રષ્ટીકોણ સમજાવ્યો હતો. બીસીસીઆઈએ મારા નિર્ણયને સ્વીકાર્યો છે. કોઈ મનદુઃખ કે વિવાદ નથી. મે ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું કે, હું માત્ર ટી-20ની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. ટેસ્ટ અને વન-ડેની કેપ્ટનશીપ ચાલુ રાખીશ. તે વખતે મે સ્પષ્ટ કહ્યું હતું કે, જો પદાધિકારીઓ અથવા પસંદગીકારો નથી ઈચ્છા કે હું કોઈ જવાબદારી સંભાળુ તો હું તે માટે પણ તૈયાર છું.

ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમ ઉપર વાતચીત થઈ અને ફોન રાખ્યાના પાંચ મિનિટ પહેલા પાંચ પસંદગીકારોને મને કહ્યું કે, હું વન-ડે ટીમની કેપ્ટનશીપ નહીં કરીશ. મે સિકેલ્ટર્સના નિર્ણયનો સ્વિકાર કર્યો હતો. મારા અને રોહિત શર્મા વચ્ચે કોઈ સમસ્યા નથી. મારુ કોઈ કામ અને નિર્ણય ટીમના સારા માટે હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલીક દિવસોથી ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નહીં હોવાની અટકળો વહેતી થઈ હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટેસ્ટ ટીમમાંથી રોહિત શર્મા બહાર થયા બાદ વન-ડે ટીમમાંથી વિરાટ કોહલી દુર થયાની અટકળો વહેતી થઈ હતી. બીસીસીઆઈએ ટી-20 અને વન-ડે ટીમની કમાન રોહિત શર્માને સોંપી છે. જે બાદ કોહલી અને રોહિત વચ્ચે વિવાદ હોવાની વાતો સામે આવી હતી. જો કે, આજે વિરાટ કોહલીએ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકી દીધો છે.