Site icon Revoi.in

સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકૂફ રખાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકુફ રાખવામમાં આવી હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં નવા અધ્યક્ષની નિમણુંક સહિતના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવવાની હતી. આ ઉપરાંત બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવામાં આવનાર સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ ચર્ચા થવાની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની પંસદગી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાવાની હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદની જગ્યાએ નવા ચેરમેનનની પંસદગી કરવામાં આવનારી હતી. તેમજ આ બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવામાં આવનાર સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ ચર્ચા થવાની હતી.

સોમનાથ ટ્રસ્ટની મળનારી વર્ચ્યુઅલ બેઠક મોકૂફ રાખવાની જાહેરાત પી.એમ.ઓ માંથી ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીને જાણ કરાઈ હતી. અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલતવી રખાઈ હોવાનું જાણવા મળે છે.