Site icon Revoi.in

વિશાખાપટ્ટનમઃ રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિનું આયોજન – નૌસેનાના કાફલાનું કર્યું  નિરિક્ષણ , રક્ષામંત્રી પણ ઉપસ્થિત રહ્યા

Social Share

 

વિશાખાપટ્ટનમઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજ રોજ સોમવારે વિશાખાપટ્ટનમની મુલાકતે પહોચ્યા હતા ,સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છેઅહી તેઓ એ પૂર્વી નૌસેના કમાન્ડની મુલાકાત લીધી હતી. 12મી પ્રેસિડેન્ટ્સ ફ્લીટ રિવ્યુ દરમિયાન રાષ્ટ્પતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ સાથે જ રાષ્ટ્રપતિએ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું.

ઉલ્લેખની છે કે આ બીજી વખત છે જ્યારે વિશાખાપટ્ટનમ પીએફઆરનું આયોજન કરી રહ્યું છે. અગાઉ 2006માં તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે અહીં આ નૌકાદળની સમીક્ષા કરી હતી.

વિશાખાપટ્ટન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભારતીય નૌકાદળના પ્રેસિડેન્શિયલ ફ્લીટનું નિરીક્ષણ ક્રયું હતું. કાફલામાં 60 જહાજો, સબમરીન અને 55 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. રઆ સાછે જ રાષ્ટ્રપતિ નૌકાદળના પેટ્રોલિંગ જહાજ INS સુમિત્રામાં સવાર થયા હતા.ત્યાર બાદ પ્રેસિડેન્શિયલ ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિ દરમિયાન પૂર્વી નૌસેના કમાન્ડ દ્વારા  તેઓને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુનું વિશેષ મહત્વ છે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. INS સુમિત્રાને વિશેષ રૂપે ‘રાષ્ટ્રપતિની યાટ’ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

આ જહાજો વિશાખાપટ્ટનમના કિનારે ચાર હરોળમાં હાજર છે. સમીક્ષામાં રાષ્ટ્રપતિ કેટલાક હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ એરક્રાફ્ટ દ્વારા અદભૂત ફ્લાય-પાસ્ટ ડિસ્પ્લેમાં ભારતીય નૌકાદળની વાયુ શાખાની સમીક્ષા પણ કરશે અને આ સમીક્ષા પછી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ પ્રથમ દિવસનું કવર અને સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવશે.