Site icon Revoi.in

ફેમસ સિંગર વિશાલ દદલાનીએ ‘ભીખમાં આઝાદી’ વાળા બયાન પર કંગના રનૌતને બરાબર ખરાખોટી સંભાળી,જાણો શું કહ્યું સોશિયલ મીડિયા પર

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસથી મીડિયાની હેડલાઈન બની છે, તેણે આપેલા આઝાદીના ભીખ વાળા બયાનથી લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોઈ શકાય છે, ત્યારે બોલિવૂડની કેટલીક હસ્તીઓએ પણ આ બાબતને લઈને કંગનાની ટિકા કરી છે,કંગનાએ કહ્યું હતું કે 1947મા આપણાને જે આઝાદી મળી તે ભીખમાં મળી હતી ,ખરી આઝાદી તો આપણાને વર્ષ 2014મા મળી,ત્યારથી લઈને કંગના ઘણી વિવાદમાં આવી છે, દેશના કેટલાક રાજ્યોમાં તેના સામે એફઆઈઆર પણ નોંઘાઈ ચૂકી છે.

કંગના રનૌત ‘બેગિંગ ઇન ફ્રીડમ’ના વિવાદાસ્પદ નિવેદનથી ઘેરાયેલી જોવા મળી રહી છે. તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની માંગ ઉઠી છે. ત્યારે હવે તેના સામે મશહૂર સંગીતકાર વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. તેણે કંગનાને ઉગ્રતાથી કહ્યું અને લખ્યું છે  કે તેને ેવો મેસેજ આપવો જોઈએ જેથી તે ફરી આવું કૃત્ય ન કરી શકે.

વિશાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ અવાજ ઉઠાવે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. તેમના ટી-શર્ટ પર ભગત સિંહની તસવીર છે જેના પર ઝિંદાબાદ લખેલું છે. આ સાથે વિશાલે લખ્યું કે ‘એ મહિલાને યાદ અપાવો જેણે કહ્યું કે આપણાને આઝાદી ભીખ મા મળી હતી

મારા ટી-શર્ટ પર શહીદ સરદાર ભગત સિંહ, નાસ્તિક, ફિલોસોફર કવિ, સ્વતંત્રતા સેનાની, ભારતનો પુત્ર અને ખેડૂત પુત્ર છે.વિશાલે આગળ લખ્યું, ‘તેમણે આપણી આઝાદી માટે પોતાનો જીવ આપ્યો, 23 વર્ષની ઉંમરે તેણે ભારતની આઝાદી માટે પોતાનો જીવ આપી દીધો. તેના હોઠ પર સ્મિત સાથે અને ગીત ગાતા તેણે પોતાને ફાંસી આપી.તેને યાદ કરાવો, સુખદેવ, રાજગુરુ, અશફાકુલ્લાહ અને અન્ય હજારો જેમણે ઝુકવાનો કરવાનો ઇનકાર કર્યો હતો તે ભીખ માંગવાનો ઇનકાર કર્યો હતો.

આમ કહીને સોશિયલ મીડિયા પર વિશાલ દદલાનીએ કંગનાને બરાબર ઝાટકી હતી,તેમણે કંગનાને દેશ માટે આપેલા બલીદાનની યાદ અપાવી હતીએ દરેક શહીદોને તાંકીને કંગના પર ખૂબ કટાક્ષ કર્યો હતો, જો કે માચ્ર વિશાલ જ નહી ઘણા બધા લોકો કંગનાની આ હરકત પર સવાલ ઉઠાવી રહ્યા છે.

તેને નમ્રતાપૂર્વક પરંતુ નિશ્ચિતપણે યાદ અપાવો જેથી કરીને તે ફરીથી તે જ ભૂલનું પુનરાવર્તન કરવાની હિંમત ન કરે.