Site icon Revoi.in

નવા વર્ષમાં કેરળમાં આ જગ્યાઓ પર ફરવા જજો,મન થઈ જશે પ્રસન્ન

Social Share

આપણા દેશમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે જેના વિશે સમગ્ર માહિતી તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય નહી.

કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ નવા વર્ષની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સાત પહાડીઓથી બનેલું, આ એક એવું શહેર છે જ્યાં ફરવા અને મોજમસ્તી કરવા માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે.

ત્રિવેન્દ્રમ શહેરની નાઈટલાઇફ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, તેથી લાખો પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા અહીં આવે છે. ત્રિવેન્દ્રમમાં સ્થિત ઈન્ડો-સારાસેનિક આર્કિટેક્ચર પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
કેરળમાં અન્ય ઘણા અદ્ભુત સ્થળો છે જ્યાં તમે નવા વર્ષની ઉજવણી કરી શકો છો. આ માટે તમે અલેપ્પી, વાયનાડ, કોચી અને થ્રિસુર જેવા શ્રેષ્ઠ સ્થળોએ પહોંચી શકો છો. નવા વર્ષ નિમિત્તે પણ આ સ્થળોએ ભારે ધમાલ જોવા મળે છે.

કેરળના સૌથી સુંદર અને સૌથી મોટા તળાવના કિનારે આવેલું, કુમારકોમ એ તળાવ દ્વારા રચાયેલા નાના ટાપુઓનો અદ્ભુત સમૂહ છે. આ એક એવી જગ્યા છે જ્યાં સ્થાનિક અને વિદેશી પર્યટકો હંમેશા ફરવા અને આનંદ માણવા આવે છે.

નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુમારકોમ આવે છે, કારણ કે અહીંની નાઈટલાઈફ પણ પ્રવાસીઓને આકર્ષે છે. કુમારકોમમાં સ્નેક બોટનો આનંદ માણવો એ એક રોમાંચક પ્રવૃત્તિ માનવામાં આવે છે. ઘણા કપલ્સ પણ અહીં તેમનું હનીમૂન મનાવવા આવે છે. કુમારકોમ પક્ષી અભયારણ્ય આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.