1. Home
  2. Tag "new year"

હિન્દુ નવું વર્ષ ક્યારે ચાલુ થશે, સાચી તારીખ નોંધો

હિન્દુ નવું વર્ષની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. 26મી માર્ચથી ચૈત્ર માસની શરૂઆત થશે. હિન્દુ નવું વર્ષ 2080 ચાલી રહ્યું છે. 9 એપ્રિલથી 2081 વિક્રમ સંવતથી ચાલુ થશે. નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી ઉજવીએ છીએ, પણ તે અંગ્રેજી કેલેન્ડર અનુસાર છે. પણ હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી […]

દેશભરમાં લોકોએ નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ દેશભરમાં લોકોએ 2023ને વિદાય આપતાં નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક સ્થળો ઉપર પ્રાર્થના કરતા નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યા. અમૃતસરના સુવર્ણમંદિરમાં શ્રદ્ધાળુઓએ પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતી અને સૂર્ય પૂજા કરવામાં આવી. તો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં […]

ISRO નવા વર્ષના પ્રથમ દિવસે રચશે ઈતિહાસ,PSLV-C58 ફ્લાઇટ દ્વારા ચાર સ્ટાર્ટ-અપ્સ અંતરીક્ષમાં કરશે પ્રવેશ

હૈદરાબાદ:નવા વર્ષના પહેલા દિવસે ISRO નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ISROના PSLV-C58 મિશન હેઠળ સોમવારે ચાર ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ્સ અવકાશમાં પ્રવેશ કરશે, જે પેલોડ લોન્ચ કરશે. આમાં માઇક્રોસેટેલાઇટ સબસિસ્ટમ, થ્રસ્ટર્સ અથવા નાના એન્જિનો હશે જે ઉપગ્રહોને લક્ષ્ય ભ્રમણકક્ષામાં મૂકે છે, અને રેડિયેશન શિલ્ડ કોટિંગ્સ. હૈદરાબાદ સ્થિત ધ્રુવ સ્પેસ PSLV-C58 મિશન હેઠળ ‘આકાંક્ષી પેલોડ’ માટે […]

મુંબઈમાં કડક સુરક્ષા વચ્ચે નવા વર્ષની થશે ઉજવણી,15 હજારથી વધુ પોલીસ રહેશે તૈનાત

દિલ્હી:આર્થિક રાજધાની મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) અને ક્વિક રિએક્શન ટીમ (QRT)ના જવાનો સહિત 15,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, દાદર, બાંદ્રા, બેન્ડસ્ટેન્ડ, જુહુ, મઢ અને માર્વે બીચ અને […]

નવા વર્ષમાં કેરળમાં આ જગ્યાઓ પર ફરવા જજો,મન થઈ જશે પ્રસન્ન

આપણા દેશમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે જેના વિશે સમગ્ર માહિતી તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય નહી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ નવા વર્ષની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સાત પહાડીઓથી બનેલું, આ એક એવું શહેર છે જ્યાં ફરવા અને મોજમસ્તી કરવા માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. ત્રિવેન્દ્રમ શહેરની નાઈટલાઇફ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, […]

નવા વર્ષની શરૂઆત પહેલા લઈ આવો આ 5 વસ્તુઓ,આખું વર્ષ રહેશે બરકત

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે. નવા વર્ષમાં જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે લોકો વર્ષના પ્રથમ દિવસે અનેક સંકલ્પો લે છે જેથી તેમનું નવું વર્ષ શુભ અને મંગલમય સાબિત થાય. આવી સ્થિતિમાં, તમે તમારા ઘરમાં કેટલીક વાસ્તુ મૂર્તિઓ લાવી નવા વર્ષને વધુ સારું […]

ભારતની આ જગ્યાઓ પર વિદેશની જેમ નવા વર્ષની થાય છે ઉજવણી,આજે જ મુલાકાત લેવાનો બનાવો પ્લાન

31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. લોકો ખૂબ જ પાર્ટી કરે છે. ડાંસ, સંગીત, રોશની અને સંપૂર્ણ આનંદ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. નવા વર્ષ પર લોકો રજાઓ પર જવા અને મુસાફરી કરવાનું પણ આયોજન કરે છે. કંટાળાજનક જીવનમાંથી વિરામ લઈને નવું સુખી જીવન શરૂ […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવા વર્ષના સ્નેહ મિલનમાં ઘણા કોર્પોરેટરો હાજર ન રહ્યા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ઘણા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ મ્યુનિ.ના કમિશનર પણ હાજર રહ્યા નહતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ મ્યુનિની મુખ્ય કચેરી […]

જાણો અહીં ગુજરાતીઓના દિવાળી પર આવતા નવા વર્ષ વિશેની કેટલીક ખાસ વાતો

અમદાવાદઃ આજરોજ હિંદુ ઘર્મના લોકોનું નવુ વર્ષ છે જેને ગુજરાતીઓ બેસતુ વર્ષ કહીને પણ સંબોઘે છે ,આજથી ગુજરાતીઓનું નુતન વર્ષ શરુ થાય છે આજના દિવસે લોકો એકબીજાના ઘરે મળવા જાઈ છે એકબીજાને મોઢુ મીઠું કરાવે છે મીઠાઈ સહીત ખાણી પીણીની વસ્તુઓની એકબીજાના ઘરે આપલે કરે છે આજે સમગ્ર દેશમાં આ વર્ષની ઉજવણી થઈ રહી છે […]

નૂતન વર્ષના દિવસે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

અમદાવાદઃ નૂતન વર્ષે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી  ગાંધીનગર રાજભવન ખાતે નાગરિકો-પ્રજાજનોને મળશે. અને શુભેચ્છાની આપ-લે કરશે. જ્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સવારે 8 વાગ્યાથી 8. 45 વાગ્યા સુધી અને ત્યારબાદ 10.30થી 11.30 વાગ્યા સુધી અમદાવાદમાં અનેક્સી સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે શુભેચ્છાની આપલે કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમસંવત 2080ના પ્રારંભ દિવસે તારીખ 14નવેમ્બર, મંગળવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code