Site icon Revoi.in

આજે ઋષિ પંચમીનું વ્રત,જાણો પૂજા વિધિ અને મહત્વ

Social Share

હિંદુ કેલેન્ડર અનુસાર,દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમીનો તહેવાર 20 સપ્ટેમ્બરે છે. માન્યતા અનુસાર, આ દિવસ ખાસ કરીને ભારતના ઋષિઓના સન્માન માટે સમર્પિત છે.ઋષિ પંચમીના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ઘણું મહત્વ છે. આ ઉપરાંત ઋષિ પંચમીના દિવસે ઉપવાસ કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલોની ક્ષમા મળે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર આ વ્રત કરવાથી વ્યક્તિ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. આ વ્રત ખૂબ જ વિશેષ છે, કારણ કે તેમાં દેવી-દેવતાઓની નહિ પરંતુ સાત ઋષિઓની પૂજા કરવામાં આવે છે.તો ચાલો જાણીએ ઋષિ પંચમી વ્રત વિશેની તમામ મહત્વપૂર્ણ વાતો.

ઋષિ પંચમીનું મહત્વ

ઋષિ પંચમીનો દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓને સમર્પિત છે. ધાર્મિક કથાઓ અનુસાર આ સાત ઋષિઓ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સપ્તઋષિઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

ઋષિ પંચમી 2023 મુહૂર્ત

પંચાંગ અનુસાર, 19 સપ્ટેમ્બર, મંગળવારે બપોરે 01.43 વાગ્યાથી પંચમી તિથિનો પ્રારંભ થઈ જાય છે. આ તારીખ 20 સપ્ટેમ્બરે બપોરે 02:16 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર 20 સપ્ટેમ્બરે ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવશે. ઋષિ પંચમીની પૂજાનો સમય સવારે 11:19 થી 01:45 સુધીનો છે.

ઋષિ પંચમી વ્રતની રીત

20 સપ્ટેમ્બરે ઋષિ પંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું.

આ પછી ઘર અને મંદિરને સારી રીતે સાફ કરો.

આ પછી પૂજાની સામગ્રી જેવી કે ધૂપ, દીપ, ફળ, ફૂલ, ઘી, પંચામૃત વગેરે એકત્ર કરો અને એક લાલ કે પીળું કપડું પાટલા પર પાથરી દો.

પાટલા પર સપ્તર્ષિનું ચિત્ર મૂકો.

જો તમે ઈચ્છો તો આ દિવસે તમારા ગુરુની તસવીર પણ લગાવી શકો છો.

હવે તેમને ફળ, ફૂલ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરો અને તમારી ભૂલોની માફી માગો.

આ પછી આરતી કરો અને દરેકમાં પ્રસાદ વહેંચો.