Site icon Revoi.in

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાની ઝડપમાં થશે વધારો, 21 જૂનથી સેન્ટર પર 18થી 44ની વયના લોકો માટે વોક–ઇન–વેક્સિનેશન શરૂ થશે

Social Share

અમદાવાદ: દેશભરમાં તથા ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. હવે એમાં એક વધારે પગલુ લેવામાં આવ્યુ છે. ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 21 જૂન સોમવારની બપોરે ત્રણ કલાક પછી સમગ્ર રાજ્યના વેક્સનેશન સેન્ટર્સ પર 18થી 44નીવયજૂથના લોકો ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વોક ઇન વેક્સિનેશનનો લાભ મળશે.

અગાઉથી એસએમએસ દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને સમય, સ્થળ, તારીખનો સ્લોટ મેળવ્યો હોય તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

ગુજરાતે અત્યાર સુધીમાં બે કરોડ 15 લાખથી વધુ રસીના ડોઝ આપીને દેશભરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે વોક ઇન વેક્સિન ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી રસીકરણના ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં અગ્રેસર રહેશે.

જો કે દેશમાં પણ અત્યાર સુધીમાં 16 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે એટલે કે અંદાજે 26 કરોડ જેટલા લોકોએ વેક્સિન લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી રોજ સરેરાશ 30 લાખ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને સરકાર ડિસેમ્બરના અંત સુધીમાં સમગ્ર દેશને વેક્સિનેટ કરી શકે છે.

હાલ તો સરકાર અને જાણકારો દ્વાર તે પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસને હળવાશથી લેવો જોઈએ નહી. સમગ્ર દેશના લોકોએ કોરોવાયરસને લઈને સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરવુ જોઈએ.