Site icon Revoi.in

જમ્યા પછી ચાલવાથી અનેક સમસ્યાઓથી રહેશો દૂર, વાંચો

Social Share

સવારમાં ચાલવું, રાતે જમ્યા પછી ચાલવું, કે દિવસમાં કોઈ પણ સમયે ચાલવું, ચાલવાની પ્રક્રિયા છે તે શરીર માટે સૌથી સારી પ્રક્રિયા છે અથવા તેને શરીર માટેની સારી કસરત પણ કહી શકાય છે. ચાલવાથી મોટા ભાગના રોગ તમારા શરીરથી દુર રહે છે, આ વાત કેટલાક જાણકારો તથા સ્વાસ્થ્ય સલાહકાર પણ કહેતા હોય છે.

ચાલવાથી કેટલી સમસ્યાઓથી રાહત મળે તો તેના વિશે સૌથી પહેલા કહીશું કે ચાલવાથી મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમને વધારવા માટે તરત જ સૂવાને બદલે ખોરાક ખાધા પછી ચાલવા જવું જોઈએ. આ તમારા શરીરની પેટની ચરબી ઘટાડવાનું સરળ બનાવે છે. તમે રાત્રિભોજન પછી ચાલવાથી વજન ઘટાડી શકો છો.

જાણકારો તો એ પણ કહે છે કે રાત્રિભોજન પછી ચાલવું તે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે અને તેના કારણે આંતરિક અવયવો માટે વધુ સારી રીતે કામ કરે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ તમામ પ્રકારના રોગો જેમ કે ફલૂ, સામાન્ય શરદી અને અન્ય ઘણા ગંભીર રોગોથી પણ રક્ષણ આપી શકે છે.

ચાલવું તે માનસિક સમસ્યાઓથી પણ રાહત આપે છે, જો કોઈ વ્યક્તિને તણાવનો અનુભવ થતો હોય તો તેમના માટે ચાલવું ખૂબ ફાયદાકારક છે કારણ કે તે તમારા શરીરમાં એન્ડોર્ફિન બહાર કાઢીને તણાવ ઘટાડે છે. રાત્રિભોજન પછી ચાલવું તમને તણાવ દૂર કરવામાં અને તમને ખુશ કરવામાં મદદ કરશે.