Site icon Revoi.in

તહેવાર કે શુભ પ્રસંગ માટે કપડા લેવા છે? તો ભારતના આ શહેરોની મુલાકાત જરૂર લેજો

Social Share

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્ય અને દરેક શહેર પોતાની આગળી ઓળખ ધરાવે છે. દરેક શહેર પોતાની કોઈને કોઈ વાતને લઈને તો પ્રખ્યાત છે જ. આવામાં જો વાત કરવામાં આવે શુભ પ્રસંગ માટેના કપડાની તો ભારતના અનેક શહેરો એવા છે કે જેમાં લગ્ન પ્રસંગ માટે મસ્ત મસ્ત કપડા મળે છે.

જો સૌપ્રથવ વાત કરવામાં આવે સુરત શહેરની તો સુરત શહેર હીરા માટે ખૂબ મશહુર છે. પરંતુ અહીં તમે લગ્ન માટે બજેટમાં ખરીદી કરી શકો છો. લગ્નની ખરીદી કરવા માટે દેશભરમાંથી ઘણા લોકો અહીં આવે છે. કોલકાતામાં બંગાળી, બનારસીથી લઈને ઉત્તર ભારતીય લેહેંગાનું સારું કલેક્શન તમને મળી જાશે. અહિં બુરાબજાર, ગરિયાહાટ, બો બજારમાં તમે તમારા બજેટમાં ખરીદી કરી શકશો. જ્વેલરી અને એમ્બ્રોઇડરીવાળા કપડાં માટે હૈદરાબાદના બજારનો કોઈ જવાબ નથી. અહીંનું નામપલ્લી બજાર જૂતા, બંગડીઓ, બેગ, ફૂટવેર અને જ્વેલરી માટે ખૂબ જ લોકપ્રિય છે.

આ ઉપરાતં જો વાત કરવામાં આવે અન્ય શહેરોની તો જયપુર તેના સાંસ્કૃતિક આકર્ષણ અને પરંપરાગતતા માટે જાણીતું છે. જયપુરમાં જોહરી બજાર, છોટી ચોપાર, બડી ચોપર વગેરે અહીંના પ્રખ્યાત બજારો છે અને ચેન્નાઈમાં માત્ર બ્રાઈડલ લહેંગા જ નહીં પરંતુ ગોલ્ડ જ્વેલરી પણ ખૂબ જ સારી છે. સોકારપેટ, થિરુમલાઈ પિલ્લાઈ રોડ, અલવરપેટ અને રોયપેટા લગ્નની ખરીદી માટે શ્રેષ્ઠ સ્થળ છે.