Site icon Revoi.in

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભણકારા, અમેરિકાએ ઈરાન ઉપર ફરીથી શરૂ કર્યાં હુમલા

Social Share

તેહરાન, 9 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકી સેનાએ આજે વહેલી સવારે ઈરાન પર વિસ્ફોટક નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી હોર્મૂઝની સમુદ્રધુનીમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર ઈરાન દ્વારા થઈ રહેલા સતત હુમલાઓને રોકવા અને દરિયાઈ અવરજવરને સુરક્ષિત કરવા માટે આ કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે.

આ હુમલાના ગણતરીના કલાકો પહેલા જ, નાટો સંમેલનમાં ભાગ લેવા તુર્કિયે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ઈરાન સાથેનો યુદ્ધવિરામ કદાચ હવે સત્તાવાર રીતે ખતમ થઈ ગયો છે.” ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકી હુમલા બાદ ઈરાનના દક્ષિણી બંદર શહેર ચાહબહારમાં વીજળી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઈરાની મીડિયાએ આ અમેરિકી હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોહસિન મોતની પુષ્ટિ કરી છે, જ્યારે સંપત્તિને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.

Exit mobile version