1. Home
  2. Tag "attacks"

હૂતી વિદ્રોહીઓના હુમલાનો ભોગ બનેલા પનામાના જહાજને ભારતીય નેવીએ બચાવ્યું

નવી દિલ્હીઃ હુતી બળવાખોરોના મિસાઇલ હુમલા બાદ ભારતીય નૌકાદળએ ઝડપથી પનામા-ધ્વજવાળા જહાજને મદદ પુરી પડી હતી. નેવીના ઝડપી પ્રતિસાદને કારણે, 22 ભારતીયો સહિત 30 ક્રૂ સભ્યોના જીવ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટાર, જહાજ, જ્યારે 26 એપ્રિલે હુતી બળવાખોરોના મિસાઇલ હુમલાનો ભોગ બન્યું ત્યારે તે ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું. […]

હમાસ યુદ્ધઃ ગાઝાના રફાહ શહેર ઉપર ઈઝરાયલના સતત હુમલા

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર ઝડપી હવાઈ હુમલા કર્યા, જેમાં 13 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઈઝરાયેલના બોમ્બવિસ્ફોટથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ઈઝરાયેલ સાથે […]

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા. મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ […]

રશિયાની સૌથી મોટી રિફાઈનરી પર યુક્રેનનો હુમલો

નવી દિલ્હીઃ યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાની સૌથી મોટી સરકારી રિફાઈનરી પર યુક્રેનના ડ્રોન હુમલામાં આગ લાગી અને ઉત્પાદન અટકી ગયું. આ રિફાઇનરી દર વર્ષે 1 કરોડ 27 લાખ મેટ્રિક ટન તેલ રિફાઇન કરે છે. તેલ પુરવઠામાં વિક્ષેપના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. રશિયા વિશ્વના સૌથી […]

લાલ સાગરમાં હુથી બળવાખોરોના હુમલાથી યુએન ટ્રેડ બોડીએ વૈશ્વિક વેપારને અસરની ભીતિ વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુએન ટ્રેડ બોડીએ ચેતવણી આપી હતી કે લાલ સાગરમાં હુમલા, યુક્રેનમાં યુદ્ધ અને પનામા કેનાલમાં નીચા પાણીના સ્તરને કારણે વૈશ્વિક વેપાર ખોરવાઈ રહ્યો છે. UNCTAD તરીકે ઓળખાતી યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના વેપાર નિષ્ણાત જાન હોફમેને ચેતવણી આપી હતી કે શિપિંગ ખર્ચ પહેલાથી જ વધી ગયો છે અને તે ઊર્જા અને […]

ઈઝરાયલના હુમલામાં હમાસના રાજકીય બ્યુરોના મહિલા સભ્યનું મોત

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર વ્યક્તિઓના મોત થયાં છે. ઈઝરાયલના હુમલામાં હમાસના અનેક ટોપ લીડર અને કમાન્ડરના મોત થયાં છે. દરમિયાન આ યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં હમાસની એક વરિષ્ઠ મહિલા અધિકારીનું મોત થયાનું જાણવા મળે છે. ઇઝરાયેલના હુમલામાં હમાસના રાજકીય બ્યુરોના વરિષ્ઠ સભ્ય જમીલા અલ-શાંતિનું મોત […]

છત્તીસગઢના 8 જિલ્લા નક્સલગ્રસ્ત, 10 વર્ષમાં ત્રણ હજારથી વધારે હુમલા

નવી દિલ્હીઃ છત્તીસગઢ સરકારના આંકડા અનુસાર રાજ્યના આઠ જિલ્લા નક્સલગ્રસ્ત છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદગામ અને કોંડાગામનો સમાવેશ થાય છે. દસ વર્ષમાં છત્તીસગઢમાં નક્સવાદી હુમલામાં 489 જવાનો શહીદ થયાં છે જ્યારે 736 જેટલા સામાન્ય નાગરિકોના મૃત્યુ થયાં છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ અભિયાન હાથ ધરીને 656 નક્સલીઓને ઠાર માર્યાં હતા. આજે […]

પાકિસ્તાનમાં તાબિલાની સમર્થકોએ હથિયાર ઉઠાવ્યા, સવા વર્ષમાં 400થી વધારે હુમલાને અંજામ આપ્યો

નવી દિલ્હી : પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાન વર્ષોથી તાલિબાનને સમર્થન કરતું આવ્યું છે, એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બનતા પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ હતી. જો કે, હવે તાલિબાને પાકિસ્તાન સામે હથિયાર ઉપાડ્યાં છે. એટલું જ નહીં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી હુમલાના બનાવો બન્યાં છે. […]

બાંગ્લાદેશના ગૃહમંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક મળી, લઘુમતીઓ અને મંદિરો ઉપર હુમલા મુદ્દે ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો […]

રશિયાએ તેજ કર્યા હુમલા,ભારતે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું કે….

દિલ્હી:ક્રિમિયા બ્રિજ પરના હુમલાથી હતાશ થયેલા રશિયાએ હવે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. સોમવારે રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા અને એક પછી એક અનેક મિસાઈલો છોડી હતી, જેના કારણે ફરી એકવાર બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. રશિયાએ મિસાઈલ હુમલા દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિત તેના ઘણા શહેરોને નિશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code