Site icon Revoi.in

જુઓ VIDEO: 1200 કિલો વેસ્ટ પતંગની દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર થયો

Commonwealth Games-2030 logo made from 1200 kg of waste kite string

Commonwealth Games-2030 logo made from 1200 kg of waste kite string

Social Share

અમદાવાદ 9 ફેબ્રુઆરી: Commonwealth Games-2030 અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્પન્ન થતી પતંગ અને દોરીના વેસ્ટને પર્યાવરણ સુરક્ષાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ રૂપે પતંગની દોરીના વેસ્ટમાંથી ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ની થીમ પર આધારિત લોગો તૈયાર કરવામાં આવ્યો છે.

એકત્ર કરાયેલી આ દોરીના વેસ્ટને પર્યાવરણ સંરક્ષણ અભિગમ સાથે અપસ્કેલિંગ (Upscaling) કરવાની નવીનતમ દિશા અપનાવવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદમાં યોજાનાર ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ વેસ્ટ દોરીનો ઉપયોગ કરીને ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ નો ‘વેસ્ટ ટુ આર્ટ’ લોગો તૈયાર કરવામાં આવ્યો છે.

પતંગની દોરી જેવા જોખમી કચરાને કલાત્મક સ્વરૂપ આપીને કોમનેવેલ્થ ગેમ્સના પ્રતીકરૂપે હાઇલાઇટ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાકી રહેલી વધારાની દોરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં ઇંધણ તરીકે ઉપયોગ કરી ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે ‘કરૂણા અભિયાન-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રસ્તાઓ પર ફેંકાયેલી દોરીથી નાગરિકોને થતી ઈજાઓ અટકાવવા માટે શહેરના 07 ઝોન અને 48 વોર્ડમાં સઘન કામગીરી હાથ ધરાઈ હતી.

આ અભિયાનમાં રાંદલ માતા સમિતિ (નરોડા), ધી ઇક્વલ સોસાયટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ (નરોડા), પક્ષી બચાવો-પારેવડા ગ્રુપ તેમજ ખોખરા યુથ ફેડરેશન જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. શહેરના તમામ સાત ઝોનમાં 150થી વધુ લિટર પીકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા સુપરવાઇઝરી સ્ટાફના મોનિટરિંગ કરી રસ્તાઓ અને જાહેર સ્થળોથી પતંગની દોરીનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન દરમિયાન અંદાજે 1200 કિલોગ્રામ જેટલી પતંગની દોરીનો વેસ્ટ એકત્રિત કરવામાં આવી હતી.

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી ઉત્પન્ન થયેલી ઊર્જા સાથે શહેરની સ્વચ્છતા અને આવનારા ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રચાર વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મેવેન્જર્સે ધૂમ મચાવી: NIMCJ દ્વારા આયોજિત મીડિયોત્સવ ૨૦૨૬ રંગેચંગે સંપન્ન

Exit mobile version