Site icon Revoi.in

અમદાવાદમાં ભૂગર્ભ જળ ઉંચા લાવવા વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી કરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ વસતીમાં વધારો થઈ રહ્યો છે. રોજગાર-ધંધા માટે અનેક લોકો અમદાવાદમાં આવીને વસવાટ કરી રહ્યા છે. ત્યારે લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશને પ્રયાસો હાથ ધર્યા છે. શહેરમાં પાણીના તળ પણ ઊંડા ઊતરતા જાય છે. ત્યારે મ્યુનિ.એ જમીનમાં પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ટાઉન પ્લાનિગ કમિટીએ નિર્ણય કર્યો છે કે, શહેરમાં બનેલી બિલ્ડીગ અને સોસાયટીમાં રહેલા વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી દર વર્ષે કરાશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના  ટીપી કમિટીના  ચેરમેન દેવાંગ દાણી જણાવ્યુ હતું કે, મોટી સોસાયટી કે બિલ્ડીગો જીડીસીઆરમા નિયમનું પાલન કરતા નથી તે વસ્તુઓ એએસમી સામે આવી છે . જીડીસીઆરના નિયમ મુજબ નવી ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિયમ છે . પરંતુ તેનો અમલ યોગ્ય થતો નથી . તેથી હવે એએસમી વોટર વિભાગ ચોમસા પહેલ સોસાયટી અને બિલ્ડીગમા ચેકીંગ હાથ ધરશે . જે સોસાયટી કે બિલ્ડીગમા આ પદ્ધતિ નહી હોય તે એકમ સામે કાર્યવાહી કરાશે.
તેમણે જણાવ્યુ હતુ કે, શહેરના પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે આ જોગવાઇ જીડીસીઆરમાં કરવામાં આવી છે. નવી ઇમારતોનાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે. સોસાયટીમાં એક કૂવો બનાવવા પણ આવે જે કૂવા મારફતે વરસાદી પાણી જમીનમાં ઉતરે અથવા તો જો વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો હોય તો ત્યા તેની બચત થાય અને તે પાણીનો વર્ષ દરમિયાન સોસાયટી સભ્યો ઉપયોગ કરી શકે છે .

તેમણે ઉમેર્યું હતું કે, હવે નવા ટીપીના તમામ રોડ ઓછામાં ઓછા 12 મીટર પહોળા રહેશે .  રોડ પહોળા થતા બિલ્ડરોને હાઇરાઇઝનો વધુ લાભ મળશે. અમદાવાદમા ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખી અને વધા રહેલા વાહનો આધારે હવે રસ્તાઓ પહોળા કરવા જરૂરિ છે . હવે રસ્તા પહોળા થશે તો જીડીસીઆરના નિયમ પ્રમાણે જ્યા 12 મિટરના રસ્તા પર પણ બિલ્ડરને 10 માળની બિલ્ડીગ બનાવવા માટેની મંજૂરી સરળ બનશે