Site icon Revoi.in

અમે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએઃ એકનાથ શિંદે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ શિંદે જૂથને પત્ર લખીને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમે શિવસેનામાં છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાલાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યાં છીએ. અમે ઝડપથી મુંબઈ જઈશું.

પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદે સહિત શિવસેનાના 38 જેટલા ધારાસભ્યો હાલ ગુવાહાટીની હોટલમાં રોકાણ કરી રહ્યાં છે અને 9થી વધારે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે છે. દરમિયાન આજે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ શિંદેજૂથને પત્ર લખ્યો હતો. તેમાં કહ્યું હતું કે, તમે શિવસેનામાં છે અને શિવસૈનિક છે. શિવસેનાના વડાની સાથે પરિવારના સભ્ય તરીકે તમારી ચિંતા થાય છે. નારાજ ધારાસભ્ય જૂથના 20 જેટલા ધારાસભ્યો મારા સંપર્કમાં છે.

દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના સંપર્કમાં રહેલા ધારાસભ્યોના નામનો ખુલાસો કરે. અમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે.

Exit mobile version