Site icon Revoi.in

અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છેઃ હિમંતા બિસ્વા સરમા

Social Share

ગુવાહાટી: નવા ભારતને મદરેસાની પણ શાળાઓ-કોલેજો અને યુનિવર્સિટીઓની જરુર છે અને અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છે, તેમ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તેઓ તેમના રાજ્યમાં તમામ મદરેસાઓ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. કર્ણાટકના બેલાગવીમાં એક જાહેર સભાને સંબોધતા આસામના સીએમએ કહ્યું કે, તેમની સરકારે 600 મદરેસાઓ બંધ કરી દીધી છે અને બાકીની મદરેસાઓ પણ ટુંક સમયમાં બંધ કરવામાં આવશે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “અમને મદરેસા નથી જોઈતી…અમને એન્જિનિયર અને ડૉક્ટર જોઈએ છે…” આસામના મુખ્ય પ્રધાને કહ્યું કે નવા ભારતને મદરેસાની નહીં પણ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની જરૂર છે.

ભૂતકાળમાં પણ, હિમંતા બિસ્વા સરમાએ ઘણીવાર મદરેસાઓની સંખ્યા ઘટાડવા અથવા ત્યાં અપાતા શિક્ષણની સમીક્ષા કરવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આસામમાં હાલમાં 3,000 રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મદરેસા છે. વર્ષ 2020 માં, હિમંતા બિસ્વા સરમાએ એક કાયદો લાવ્યા હતા, જેના દ્વારા તમામ સરકારી મદરેસાઓને ‘રેગ્યુલર સ્કૂલ’માં ફેરવવામાં આવશે.

આસામના સીએમએ કહ્યું કે રાજ્ય પોલીસ બંગાળી મુસ્લિમો સાથે મળીને સારા વાતાવરણને લઈને કામ કરી રહ્યાં છે. જેમનું શિક્ષણ પ્રત્યેનું વલણ સકારાત્મક છે, મદરેસામાં વિજ્ઞાન અને ગણિતને પણ વિષય તરીકે ભણાવવામાં આવશે અને શિક્ષણના અધિકારનું સન્માન કરવામાં આવશે અને શિક્ષકોનો ડેટાબેઝ જાળવવામાં આવશે.