Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હથિયારોનો જથ્થો ઝડપાયો

National

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ પાંચ એકે અસાલ્ટ રાઈફલ સહિત હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે.

સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, કરનાહમાં તૈનાત સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે મોટી સંખ્યામાં હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધાર પર એક અભિયાન ચલાવ્યું હતું. જેમાં પાંચ એકે રાઈફલ તથા અનેક મેગજીન અને કારતૂસ સહિત સાત પિસ્તલ જપ્ત કરાઈ છે. અભિયાન નિયંત્રણ રેખાના એકદમ નજીક ધન્ની ગામમાં ચલાવવામાં આવ્યું હતું. જે લીપા ઘાટીમાં પાકિસ્તાન સેનાની સીધી દેખરેખમાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના દ્વારા આતંકવાદને નાથવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે.

Exit mobile version