Site icon Revoi.in

જાણીતી કંપનીની મોટરકારના વેચાણમાં વધારો, મે મહિનામાં 1.46 લાખ કારનું વેચાણ

Social Share

મારુતિ સુઝુકીએ મે 2023માં કુલ 178,083 કારનું વેચાણ કર્યું હતું. જેમાં સ્થાનિક વેચાણની સંખ્યા અને વિદેશમાં નિકાસ બંનેનો સમાવેશ થાય છે. ઓટોમેકરે ગયા મહિને સ્થાનિક બજારમાં 146,596 કારનું વેચાણ નોંધાવ્યું હતું, અને તેણે અન્ય દેશોમાં 26,477 એકમોની નિકાસ કરી હતી. જ્યારે ટોયોટા જેવા અન્ય OEM ને 5,010 એકમો વેચ્યા હતા.

અગાઉના કેટલાક મહિનાઓની જેમ, મે 2023માં પણ, મારુતિ સુઝુકી ઈન્ડિયાનું મોટાભાગનું વેચાણ યુટિલિટી વ્હીકલ (યુવી) સેગમેન્ટમાંથી આવ્યું હતું, જે 2022ના સમાન મહિનામાં વેચાયેલા 124,474 એકમોની સરખામણીમાં 143,708 યુનિટ નોંધાયું હતું. યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં, મારુતિ સુઝુકી બ્રેઝા, અર્ટિગા, ફ્રૉન્ક્સ, ગ્રાન્ડ વિટારા, એસ-ક્રોસ અને XL6 જેવા મોડલનું વેચાણ કરે છે. ઓટોમેકરે મે 2023માં 46,243 યુનિટ નોંધ્યા હતા, જે 28,051થી નોંધપાત્ર રીતે વધારે છે. ઓટોમેકરે દાવો કર્યો હતો કે, આ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં, તેણે SUV અને ક્રોસઓવરના 82,997 એકમોનું વેચાણ કર્યું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 61,992 એકમો કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.

મિડ-સાઇઝ સેડાન સેગમેન્ટમાં, જ્યાં મારુતિ સુઝુકી સિઆઝ કંપનીની એકમાત્ર ઓફર છે, તેણે ગયા મહિને 992 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જે મે 2022માં વેચાયેલા 586 યુનિટથી વધુ હતું. મારુતિ સુઝુકીએ એમ પણ કહ્યું કે, તેણે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં Ciazના 2,009 યુનિટ્સ વેચ્યા છે. જે ગત નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં વેચાયેલા 1,165 યુનિટ કરતાં વધુ છે. હેચબેક અને કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં, ઓટોમેકરે આ વર્ષે મે મહિનામાં 83,655 યુનિટ્સ વેચ્યા હોવાનો દાવો કર્યો છે, જે ગયા વર્ષે મે મહિનામાં વેચાયેલા 85,355 યુનિટ્સ કરતાં નજીવો ઓછો છે.

મિની સેગમેન્ટમાં, જ્યાં ઓટો કંપની અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ કરે છે, તેણે મે 2022માં નોંધાયેલા 17,408 એકમોની સરખામણીમાં 12,236 એકમોના વેચાણમાં નજીવો ઘટાડો નોંધાવ્યો હતો. જોકે, કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં કંપનીએ નજીવો ઘટાડો નોંધાવ્યો હતો. મે 2022 માં વેચાયેલા 67,947 એકમોની તુલનામાં ગયા મહિને વેચાણમાં 71,419 એકમોના વેચાણ સાથે વધારો થયો છે. એક અધિકૃત પ્રકાશનમાં, ઓટોમેકરે જણાવ્યું હતું કે માઇક્રોચિપ્સ જેવા ઇલેક્ટ્રોનિક ઘટકોની અછતને કારણે વાહનના ઉત્પાદન પર મામૂલી અસર પડી છે.