Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અર્જુન નગરમાં TMCના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. પોલીસે બે મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ અધિકારીનું કહેવું છે કે, હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેદિનીપુરમાં સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી યોજાવાની છે. આ રેલી કોન્ટેઈમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે. કોંટાઈ ભાજપના નેતા શુભેંદુ અધિકારીનો ગઢ છે.

Exit mobile version