Site icon Revoi.in

હોળી મનાવાની આ કેવી અજીબ રીત – જમાઈને ગઘેડા પર બેસાડીને ગામમાં ફેરવામાં આવે છે

Social Share

 

બે દિવસ બાદ દેશભરમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેચલીક જગ્યાઓ એ અજીબો ગરીબ રીતે હોળીને ઉજવવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં હોળઈ મનાવવાની કઈક જૂદી જ રીત જોવા મળે છે જે જાણીને આપણા સૌ કોઈને નવાઈ લાગશે,

વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના બીડ જીલ્લાના  એક ગામમાં જમાઈોને ગધેડાનીસવારી કરાવામાં આવે છે. હોળીના દિવસે પોતાના નવા જમાઈને ઘરે બોલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી હોળી પર આ પરંપરા ચાલું છે.

અહી આ નવા નવા પરણેલા જમાઈઓને ગઘેડા પર બેસાડીને ફેરવવામાં આવે છે. આ પરંપરા હોળીના દિવસે સૌથી નવા જમાઈ સાથે કરવામાં આવે છે અને હોળીના દિવસે જમાઈને ગધેડા પર બેસાડીને રંગ લગાવામાં આવે છે, સાથે જ તેને ભેટ પણ આપવામાં આવે છે.

કહેવાય છે કે લગભગ 80 વર્ષ પહેલાં બીડ જિલ્લાના કેજ તાલુકામાં આવેલા વિડા યેવતા ગામમાં એક દેશમુખ પરિવારના જમાઈએ હોળી રંગવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેના સસરાએ તેને રંગથી રંગવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ફૂલોથી શણગારેલ ગધેડો મંગાવ્યો, જમાઈને તેના પર બેસાડ્યો અને પછી તેને આખા ગામની સવારી કરાવી ત્યારથી અહી આ રીતે હોળી મનાવામાં આવે છે.

કેટલાક રિપોર્ટમાં આ પરિવારનું નામ પણ આલેખવામાં આવ્યું છે જે પ્રમાણે આ પરંપરા આનંદરાવ દેશમુખ નામના રહેવાસી દ્વારા શરૂ કરવામાં આવી હતી અહીંના લોકો મજાકમાં જમાઈને ગધેડો  પણ ગિફ્ટ કરે છે અને તેને તેની પસંદગીના કપડાંની સાથે સવારી પણ  કરાવે છે.