Site icon Revoi.in

કેપ્સિકમ ખાવાથી શરીરને શું ફાયદો થાય? જાણો

Social Share

મરચાનું નામ આવે એટલે જે લોકો તીખું ખાવાના શોખિન હોય તેમને મજા પડી જાય પણ જે લોકો તીખુ નથી ખાઈ શકતા તે લોકોનો તો મૂડ બદલાઈ જાય, પણ જાણકારોની એ વાતને સાંભળીને તમે ચોંકી જશો કે કેપ્સિકમ મરચા ખાવાથી પણ શરીરને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે.

જાણકારોની વાત પ્રમાણે શિમલા મરચાને કેપ્સિકમ મરચા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિમલા મરચામાં વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે. જેનાથી આંખની રોશની સારી થાય છે. વાળ પણ વધે છે. સફેદ બ્લડ સેલ્સ પણ વધે છે. બીજા શાકભાજીની તુલનામાં શિમલા મરચામાં વિટામીન-ઇ વધુ હોય છે. જેના કારણે મરચાની તીખાશ ઓછી થઇ જાય છે, તેથી શિમલા મરચાને ‘સ્વીટ પેપર’ પણ કહેવામાં આવે છે.

શિમલા મરચા સ્કિન અને વાળ બંને માટે ફાયદાકારક છે પરંતુ સીધા ત્વચા પર લગાવવાથી નુકસાનકારક છે. તેથી તેને ડાયટમાં શામેલ કરી શકો છો. મરચામાં રહેલું કૈરોટેનોઇડ શરીરમાં એન્ટિ ઓક્સિડન્ટ એક્ટિવિટી રોકવામાં મદદરૂપ થાય છે.

લાલ શિમલા મરચા ખાવાથી ત્વચા પર વૃદ્ધત્વની અસર ઝડપથી દેખાતી નથી અને કોઈપણ પ્રકારની ઈજા પછી ત્વચા ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તો શિમલા મરચાથી મેટાબોલિઝમ વધે છે એટલે કે માણસ સ્વસ્થ છે. આ મરચાના સેવનથી સ્થૂળતા ઓછી થાય છે. લીલું કેપ્સિકમ કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. તેમાં કેરોટીનોઈડ્સ રતાં વધુ ક્લોરોફિલ હોય છે. લાલ અને પીળા કેપ્સિકમ કરતાં તે ત્વચા માટે ઓછું ફાયદાકારક છે.

Exit mobile version