Site icon Revoi.in

પૃથ્વી એકદમ સપાટ થઈ જાય તો શું થાય? વૈજ્ઞાનિકોનું કહેવું કંઇક આવું છે, વાંચો

Social Share

દિલ્લી: પૃથ્વી ગોળ છે તે વાતથી તો સૌ કોઈ જાણીતા છે પણ દરેક વ્યક્તિના મનમાં એકવાર તો એવો વિચાર આવ્યો જ હશે કે પૃથ્વી સપાટ થઈ જાય તો શું થાય. આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું પણ લોકો કરતા અલગ છે. વૈજ્ઞાનિકોનો આ બાબતે મંતવ્ય છે કે જ્યાં સુધી પૃથ્વી ગોળ છે ત્યાં સુધી તમામ પદાર્થો પર એક સમાન ગ્રેવીટી લાગી રહેશે. જો પૃથ્વીને એક બાજુથી સપાટ થઈ જાય તો ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થઈ જશે.

દરેક વ્યક્તિના મનમાં તે પણ વિચાર આવ્યો હશે કે જો પૃથ્વી સપાટ થઈ જાય તો સૂર્ય અને ચંદ્ર કેવી રીતે, ક્યાં અને ક્યારે દેખાશે. પૃથ્વી પરના પાણીનું શું થશે.? મોટા મોટા તોફાનો આવશે કે નહી.? વરસાદ આવશે કે નહી? તો આ બધા સવાલના જવાબો પર પણ વૈજ્ઞાનિકોએ મહત્વની જાણકારી આપી છે.

ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મેક્સવેલ દ્વારા 1850માં કહેવામાં આવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળના સંચાલનનો નિયમ સપાટ પૃથ્વી પર સમાપ્ત થશે. અથવા સપાટ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેના કેન્દ્રમાં જઈ અટકી જશે, એટલે કે, સપાટ પૃથ્વી પરની તમામ વસ્તુઓ કેન્દ્ર તરફ ઝડપથી જમા થવા માંડશે.

કોલંબિયા યુનિવર્સિટીમાં લેમોન્ટ-ડોહર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીના જિયોફિઝિસ્ટ જેમ્સ ડેવિસે જણાવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળનું ખતમ થઈ જવું કે પછી તેનું કેન્દ્રનું બદલવું પૃથ્વી પર પ્રલય લાવશે. લોકો હવામાં તરતા જોવા મળશે. પરંતુ આ સપાટ ધરતી પર કોઈ પણ જીવનું રહેવું શક્ય નથી.

જો કે આ માત્ર વૈજ્ઞાનિકોના મંતવ્યો છે જેના પર તેઓ અનુમાન લગાવી રહ્યા છે. પૃથ્વી પર વર્ષો પહેલા પણ અનેક પ્રકારની આફતો આવી પણ ભગવાનની બનાવેલી પૃથ્વીને કરોડો વર્ષોથી કાંઈ થયું નથી.