Site icon Revoi.in

વોટ્સએપએ ભારતમાં એક મહિનામાં 23 લાખથી વધારે એકાઉન્ટ બંધ કર્યાં

Social Share

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે માત્ર એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ એકાઉન્ટ તા. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં બંધ કરવામાં આવ્યા છે. યુઝર્સની ફરિયાદના આધારે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા કંપનીએ દેશમાં 26 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

કંપનીએ કહ્યું કે, તેમને 701 ગ્રીવેંસ ફરિયાદો મળી છે, જેમાંથી 34 એકાઉન્ટસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. યુઝર્સની ફરિયાદોને કારણે 23 લાખ એકાઉન્ટ્સમાંથી 8,11,000 એકાઉન્ટ પહેલેથી જ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપનીની નીતિ અને નિયમોનું પાલન ન કરવાને કારણે આ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.

કંપનીએ કહ્યું કે અમે યુઝર્સની સુરક્ષા માટે સતત કામ કરી રહી છે. કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અત્યાધુનિક ટેક્નોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં પણ રોકાણ કરી રહી છે. હકીકતમાં નવા IT નિયમ હેઠળ વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IT એક્ટ 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દર મહિને IT મંત્રાલયને યૂઝર સેફ્ટી રિપોર્ટ સબમિટ કરવો પડે છે.