Site icon Revoi.in

કચ્છના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં મળેલી 500 કબરો કોની છે, કોણ હતા આ લોકો?

Social Share

ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં ખોદકામ દરમિયાન 500 કબરોવાળા એક સામુહિક કબ્રસ્તાનની જાણકારી મળી હતી. આ ખોદકામ 2018-19માં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું.

ત્યારે આ સવાલ હતો કે આ કબરો કોની છે?શું તે આસપાસની કોઈ મોટી માનવ વસાહતનું કબ્રસ્તાન હતું અથવા કંઈક બીજું?  પુરાતાત્વિક ટીમ સતત ત્યારથી આસપાસના વિસ્તારોમાં વસાહતોના અવશેષોને શોધી રહી છે. હવે આ પુરાતત્વવિદોને વધુ એક સફળતા મળી છે. તેમને નવી કડી મળી છે.

પુરાતાત્વિક ખોદકામનો અર્થ શું છે?

પુરાતાત્વિક ખોદકામનો મતલબ હોય છે જમીનમાં દબાયેલા પ્રાચીન અવશેષોને શોધવા અને તેના પર રિસર્ચ કરવું. આ અવેશ, કોઈપણ ચીજના હોઈ શકે છે, જેવા કે જૂની ઈમારત, મકબરા, મૂર્તિઓ, વાસણ, ઓજાર, હાડકાં, કલાકૃતિઓ વગેરેય

પુરાતત્વવિદ જમીનનું ખોદકામ કરીને આ અવશેષોને શોધે છે અને તેના પર રિસર્ચ કરીને પ્રાચીન સભ્યતાઓ બાબતે જાણકારી પ્રાપ્ત કરે છે. પુરાતત્વવિદ આપણને પ્રાચીન સભ્યતાઓના ઈતિહાસ અને સંસ્કૃતિ બાબતે જાણકારી આપે છે. પ્રાચીન લોકોની જિંદગી જીવવાની પદ્ધતિ બાબતે જણાવે છે.

પુરાતાત્વિક ખોદકામના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણ છે- મોહનજોદડો અને હડપ્પા (સિંધુ ઘાટી સભ્યતા), ઈજીપ્તના પિરામિડ, રોમન સામ્રાજ્યના અવશેષ, માયા સભ્યતાના અવશેષ.

જૂના ખટિયામાં પુરાતાત્વિક ખોદકામમાં શું ખબર પડી?

ગુજરાતના કચ્છ જિલ્લામાં પુરાતાત્વિક ખોદકામથી 5200 વર્ષ જૂની હડપ્પાકાલિન વસાહતની જાણકારી મળી છે. પડતા બેટ નામના સ્થાનિક ટીલાથી ખોદકામમાં તેમને એક કંકાલ, માટીના વાસણ અને કેટલાક જાનવરોના હાડકાં મળ્યા છે. આ બધું એ વાતનો સંકેત આપે છે કે જૂના ખટિયાના કબ્રસ્તાનથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે 5200 વર્ષ જૂની એક હડપ્પાકાલિન વસાહત હતી.

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને આ યોજનાના કો-ડાયરેક્ટર રાજેશ એસવીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ છે કે પડતા બેટની પહાડી જૂના ખટિયામાં મળેલા કંકાલો સાથે જોડાયેલું એક સ્થાન હોઈ શકે છે. હાલ એ જાણકારી મળી નથી કે આ એ ઘણી વસાહતોમાંથી એક હતી, જેનું કબ્રસ્તાન જૂના ખટિયા હતું.

પડતા બેટના ચાર હેક્ટર વિસ્તારના ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને બે મુખ્ય સ્થાન મળ્યા. સંશોધકોનું માનવું છે કે કદાચ જ્યારે એક વિસ્તારની વસ્તી વધી ગઈ હશે, તો લોકો પહેલા સ્થાનથી બીજા સ્થાન તરફ ફેલાયા હશે. આ પણ બની શકે છે કે રહેવા માટે લોકો અલગ-અલગ સમય પર અલગ-અલગ ક્ષેત્રોને પસંદ કર્યા હોય.

ક્યાંથી ક્યાં સુધી રહ્યા હડપ્પાકાલિન લોકો?

રાજેશ એસવીએ ધ હિંદુને જણાવ્યું કે આ સ્થાનો પર મળેલા ઘણાં બધાં માટીના વાસણો, જનાવરોના હાડકાં અને અન્ય ચીજો આ વાતનો સંકેત આપે છે કે વિસ્તારમાં હડપ્પાકાલિન લોકો લગભગ 3200 ઈ.સ.પૂર્વથી 1700 ઈ.સ.પૂર્વ સુધી એટલે કે શરૂઆતી હડપ્પાકાળથી લઈને બાદના હડપ્પા કાળ સુધી રહેતા હતા. મળેલા માટીના વાસણ પણ જણાવે છે કે ત્યાં પ્રારંભિક હડપ્પા, વિકસિત હડપ્પા અને બાદમાં હડપ્પા કાળના વાસણ મળ્યા છે.

જો કે ઘણાં તૂટેલા વાસણો અન્ય સ્થાનો પર મળેલા હડપ્પાકાલિન વાસણો સાથે મળતા આવે છે. પરંતુ ઘમાં બધાં વાસણો બિલકુલ અલગ પ્રકારના લાગી રહ્યા છે. આ કદાચ આ વિસ્તારની કોઈ ખાસ પદ્ધતિ હોઈ શકે છે, જે અત્યાર સુધી હડપ્પા સભ્યતાને કોઈ અન્ય ઓળખાયેલા વાસણ બનાવવાની રીતથી અલગ છે. આ વાસણોમાં મોટો ભંડાર કરવાના જારથી લઈને નાના કટોરા અને થાળીઓ સામેલ છે.

હડપ્પાકાલિન વસ્તીમાં કઈ વસ્તુઓનો  લોકો ઉપયોગ કરતા હતા?

ખોદકામમાં મળેલી ચીજોમાં કિંમતી પથ્થરોમાંથી બનેલા મણકા, ટેરાકોટાના સ્પિંડલ વ્હોરલ (દોરા કાંતવાનું સાધન), તાંબા, પથ્થરના ઓજાર, પીસવાના પથ્થર અને હથોડા જેવા પથ્થર મળ્યા છે. તેની સાથે જ જાનવરોના હાડકાં પણ મળ્યા છે. જે કદાચ ગાય, ઘેટાં-બકરાંના છે.

તેના સિવાય ખાવા યોગ્ય સીપના ટુકડા પણ મળ્યા છે. આ બધું એ વાતના સંકેત આપે છે કે હડપ્પાકાલિન વસાહતમાં રહેતા લોકો જાનવરોને પાળતા હતા અને સીપ જેવા જળીય જીવોને ખાતા હતા. જો કે ઝાડપાનનો ઉપયોગ અને સારી રીતે સમજવા માટે ત્યાંથી કેટલાક સેમ્પલ એકઠા કરવામાં આવ્યા છે.

પડતા બેટ પર શું છે ખાસ?

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના પ્રમુખ અને  પડતા બેટના ખોદકામનું નેતૃત્વ કરનારા ડૉ. અભય જી. એસ. જણાવે છે કે આ સ્થાન એક પહાડીના શિખર પર છે. માટે અહીંની જમીનની બનાવટ અસ્થિર છે અને તેનું કારણ કદાચ ઘણાં બધાં ઢાંચા સમયની સાથે નષ્ટ થઈ ગયા હશે.

આના પહેલા શોધવામાં આવેલી અથવા ખોદકામ કરવામાં આવેલી હડપ્પાકાલિન વસાહતો મોટાભાગે સમતલ મેદાની વિસ્તારોમાં જોવા મળી હતી, જ્યારે આ વાળી હડપ્પાકાલિન વસ્તી એક પહાડીના શિખર પર મળી છે. પડતા બેટ લોકેશન ઘણું મહત્વપૂર્ણ છે. અહીંથી આસપાસની પહાડીઓથી બનેલી ઘાટીનો પુરો નજારો જોવા મળે છે. તેની સાથે પહાડીની પાસે વહેનારી નાની નદી કદાચ તે સમયે આ વસ્તીના લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હશે.

આ રિસર્ચમાં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી સિવાય અન્ય ઘણી સંસ્થાઓ પણ મળીને કામ કરી રહી છે. તેમાં કેટલન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી (સ્પેન), સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલ (સ્પેન), યુનિવર્સિટી ઓફ લા લગુના (સ્પેન), એલ્બિયન કોલેજ અને ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી (અમેરિકા), ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (પુણે). કેએસકેવી કચ્છ યુનિવર્સિટી (ગુજરાત) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કર્ણાટક પણ સામેલ છે.