Site icon Revoi.in

વુહાન પહોંચેલી ડબલ્યુએચઓની ટીમને ચીનમાં કરાઈ ક્વોરન્ટાઈન ?

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ચીનના વુહાનથી કોરોનાના કેસ સામે આવ્યાં હતા. ત્યાર બાદ સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ કોરોનાની ઉત્પત્તિની શોધ માટે ચીનના વુહાન પહોંચી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની આ ટીમને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ આરોગ્ય સંગઠનના 15 સભ્યોની ટીમના બે વૈજ્ઞાનિકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિંગાપોરમાં જ રોકી દેવાયા છે. જોકે, એક વર્ષ પછી વૈજ્ઞાનિકોના પ્રવાસથી કોઈ મોટો ખુલાસો થવા અંગે દુનિયાભરના દેશોએ શંકા વ્યક્ત કરી છે. દરમિયાનમાં, હાલના દિવસોમાં ચીનમાં ફરીથી કોરોનાના કેસો ઝડપથી વધ્યા છે. ડબલ્યુએચઓના જણાવ્યા અનુસાર કોવિડ-19 માટે જવાબદાર વાયરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલા 13 વૈજ્ઞાનિકોનું આંતરાષ્ટ્રીય દળ આજે ચીનના વુહાન પહોંચી ગયું. આ ટીમ તાત્કાલિક પોતાનું કામ શરૂ કરશે અને આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બે સપ્તાહના ક્વાન્ટાઈન પીરિયડમાં રહવાના નિયમનું પાલન કરી આ સમય પૂરો કરશે. બે વૈજ્ઞાનિકો હજુ પણ સિંગાપોરમાં છે અને કોવિડ-19 સંબધી ટેસ્ટ કરાવી રહ્યા છે. ટીમના બધા સભ્યોની મુસાફરી પહેલા તેમના ગૃહ દેશોમાં ઘણા પીસીઆર અને એન્ટીબોડી ટેસ્ટ થયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ હતો. સિંગાપોરમાં આ બે વૈજ્ઞાનિકોની ફરીથી તપાસ કરવામાં આવી છે અને પીસીઆર તપાસમાં કોઈ સંક્રમણની પુષ્ટિ નથી થઈ. પરંતુ, બે સભ્યોની આઈજીએમ એન્ટીબોડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની આઈજીએમ અને આઈજીજી એન્ટીબોડીની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.