Site icon Revoi.in

પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવેલા પ્રથમ પીએમ બન્યા ઈમરાન ખાન – શાહબાઝ શરીફની નવા પ્રધાનમંત્રી બનાવાની શક્યતાઓ

Social Share

 

દિલ્હીઃ- પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળો છવાયા હતા, ઈમરાન ખાનની સરકાર છેવટે ડૂબી ચૂકી છે, ત્યારે હવે પ્રધાનમંત્રી પદ પરથી ઈમરાન ખાનની વિજદાય બાદ નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે તે ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે.

ત્યારે હવે શક્યતાઓ સેવાઈ રહી છે કે ઈમરાન ખાન સરકાર પાકિસ્તાનમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ શાહબાઝ શરીફને નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે મધ્યરાત્રિએ મતદાન કર્યા બાદ પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાન દેશના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા.

ઈમરાન ખાનને હટાવ્યા બાદ ગૃહના નવા નેતાની ચૂંટણીની પ્રક્રિયાનો રસ્તો સાફ થઈ ગયો છે. જો કે, સંયુક્ત વિપક્ષે પહેલેથી જ જાહેરાત કરી હતી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ તેમના સંયુક્ત ઉમેદવાર હશે. આવી સ્થિતિમાં શાહઝાબ શરીફ રવિવારે દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે શાહબાઝ શરીફે સંકલ્પ જતાવ્યો છે કે નવી સરકાર વેરની રાજનીતિમાં સામેલ નહીં થાય. વિશ્વાસ મતની જાહેરાત પછી, શહેબાઝ શરીફે કહ્યું, “હું ભૂતકાળની કડવાશમાં પાછા જવા માંગતો નથી. આપણે આ ભૂલીને આગળ વધવું પડશે. અમે કોઈ પ્રતિશોધ કે અન્યાય નહીં કરીએ. અમે કોઈપણ કારણ વગર કોઈને જેલમાં મોકલીશું નહીં.ત્યારે હવે શાહબાઝ શરીફની નવા પ્રધાનમંત્રી બનવાની શક્યતાઓ વધી છે.