Site icon Revoi.in

ભણવા માટે કેમ શાંત સ્થળ જરૂરી છે? કઈક આવો છે એજ્યુકેશન એક્સપર્ટનો અભિપ્રાય

Social Share

પહેલાના સમયમાં સ્કૂલ અથવા શૈક્ષણિક સ્થળ હંમેશા એવી જગ્યાએ બનાવવામાં આવતા હતા કે જ્યાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ હોય નહીં. આ કારણે બાળકો શાળામાં વધારે ધ્યાન કેન્દ્રિત કરીને ભણી શકતા હતા. જો કે અત્યારનો સમય અલગ છે અને શહેરની શેરી-શેરીમાં સ્કૂલ બની ગઈ છે એવું કહી શકાય.

એજ્યુકેશન એક્સપર્ટ આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહે છે કે બાળકો જ્યારે નાના હોય ત્યારે તેઓ ખુબ ચંચળ હોય છે અને તેમનું ધ્યાન એક જગ્યાએ ટકાવી રાખવું તે અઘરુ કામ પણ હોય છે. આથી જ્યારે ભણવાનું હોય ત્યારે તેને શાંત વાતાવરણ આપવું જોઈએ કારણ કે જ્યારે તે કોઈ નવી વાતને સમજતું હોય અથવા તેને ભણતું હોય ત્યારે તેનું ધ્યાન એક જ જગ્યા પર રહેવું જરૂરી છે.

આ ઉપરાંત જ્યારે બાળકને કોઈ વસ્તુ યાદ રાખવાની હોય અથવા સમજવાની હોય ત્યારે કોઈ અન્ય પ્રકારનો ઘોંઘાટ પણ તેમના ધ્યાનને ભટકાવી શકે છે અને તેમની ભણવાની શક્તિને નુક્સાન પહોંચાડી શકે છે તેથી તેમને શાંત વાતાવરણ આપવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આજના સમયમાં બાળકો શહેરના તથા અન્ય ઘોંઘાટની વચ્ચે ભણી તો લે છે અને સારા નંબરથી પાસ પણ થઈ જાય છે પરંતુ જો વાત કરવામાં આવે તેમની ભણવાની અને કોઈ નવી વાતને સમજવાની ક્ષમતાની તો તે યોગ્ય રીતે જાણી શકાતી નથી.