Site icon Revoi.in

શા માટે કાળા તલ ખાવાની બાળકોને સલાહ આપવામાં આવે છે ,જાણો કાળા તલ ખાવાથી ફાયદાઓ વિશે

Social Share

 

દરેક મસાલા ડ્રાયફૂ્રૂટ આપણા શરીર માટે ગુણકારી હોય છે ખાસ કરીને શીંગદાણા, તલ ,ગોળ એવી ઘણી વસ્તુઓનું સેવન કરવાથી અનેક રોગ બીમારી દૂર થાય  છે, જેમાં તલ ખાવાથી આરગ્યને ઘણો ફાયદો થાય છે, આજે વાત કરીશું તલના સેવનથી થતા કેટલાક ફાયદાઓની

તલને આપણા આરોગ્ય માટે ઉત્તમ અને પૌષ્ટિક ગણવામાં આવે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે.આપણે શિયાળા સિવાય પણ આપણા ખોરાકમાં તલનો ઉપયોગ કરવો જોઈએ.

જાણો તલ ખાવાથી થતા ફાયદાઓ

ખાસ કરીને તલમાં પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષની માત્રા સમાયેલી હોય છે. વજેના સેવનથી માનસિક તણાવમાં રાહત મળે છે.તલના સેવનથી કબજીયાત પણ દૂર થાય છે, પેટની સમસ્યામાં પણ રાહત થાય છે.

જે બાળકોને રાત્રે પથારી ભીની કરવાની આદત હોય છે તેને પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીનેગોળી બનાવી રોજ રાતે સુતા પહેલા ખવડાવવી જોઈએતલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે.

આ સાથે જ જો તમે દરરોજ 50 ગ્રામ તલનું સેવન કરો છો તો તમારા શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમની માત્રા મળી રહે છે,જેનાથી હાડકાઓ મજબૂત બને છેઆ સાથે જ આપણા દાંતને મજબૂત બનાવવા માટે તલનું સેવન ખૂબ જરુરી છે, દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત અને સાફ પણ રહે છે,પેઢાનો દૂખાવો પણ  મટે  છે.

તલ ખાવાથી વાળને પમ ઘણા લાભ થાય છે. વાળ અકાળે સફેદ થતા અટકે છે અને વાળ કાળા બને છે,આ સાથે જ વાળને તલથી પુરતપ પોષણ મળે છે,વાળ ઘટ્ટ બને છેજો તમે દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને  તેનું સેવન કરી રહ્યા છો તો તેનાથી મસા થયા હોય તેમાં રાહત મળે છે.તલ સાથે તલ સાછે પાણી પણ પીવું જોઈએઆથી વિશેષ કે તલને પીસીને શુદ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને દાઝેલી જગ્યાે તેની પરેસ્ટ લગાવશો તો જલનમાં રાહત થાય છે