Site icon Revoi.in

શા માટે બ્લૂ બેરીનું સેવન ગુણકારી ગણાય છે,જાણો તેના સેવનથી આરોગ્યને થતા અનેક ફાયદાઓ વિશે

Social Share

આમ તો દરેક ફળો સ્વાસ્થ્ય માટે ફાયદા કારક ગણાય છે. ફળોમાં રહેલા તત્વો ઘણી રીતે શરીરને ફાયદો કરે છે જેમાંથી જરુરી પોષક તત્વો શરીરને મળી રહે છે.બ્લુબેરીની જો વાત કરીએ તો તે એક વાદળી રંગનું ફળ છે જે ગોળ અને આકારમાં નાનું હોય છે. આ ફળ સ્વાદમાં ખાટાં મીઠાં હોય છે.

બ્લૂબેરીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું વૈજ્ઞાાનિક નામ “વેકસીનિયમ રાઈબોઝોમ” છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન મળી આવે છે, જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ છે. સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.તે મુખ્યત્વે ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે છે.

બ્લૂબેરીમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે અને તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ગુણવત્તા બ્લુબેરીને આદર્શ આહાર બનાવે છે. તેમાં જોવા મળતા પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
Exit mobile version