Site icon Revoi.in

સ્ત્રીઓ શા માટે લગાવે છે માંગમાં સિંદૂર ? સિંદૂર લગાવવા પાછળ આ કારણો છૂપાયેલા છે ,જાણો

Social Share

સિંદૂર હિન્દુ ધર્મની દરેક વિવાહીત સ્ત્રીઓને લગાવતા આપણ જોઈએ છે, પતિની લાંબી ઉમંર માટે દરેક પરણીત સ્ત્રીઓ સિંદુર લગાવે છે જો કે આના પાછળ બીજા ઘણા બધા ધાર્મિક કારણો પણ જોવા મળે છે,હિન્દુ ધર્મમાં લગ્ન વખતે જ સ્ત્રીની માંગને પતિ દ્વારા સિંદૂરથી ભરવામાં આવે છે,ત્યાર બાદ સ્ત્રી પોતાની માંગને સિંદૂરથી સજાવેલી જ રાખે છે.

મહિલાઓના શૂંગારનો એક મહત્વોનો ભાગ સિંદૂર ગણાય છે,જો કે આ આધુનિક યુગમાં તેનો ટ્રેન્ડ એટલો પણ હવે રહ્યો નથી, ઘણી સ્ત્રીઓ હવે સિંદૂરના બદલે લિપ્સ્ટિક પણ લગાવે છે.ઘણી સ્તચ્રીઓ માત્ર નાની સાથી પુરીને સિંદૂર લગાવે છે.

હવે તો માર્કેટમાં પણ લિક્વિડ અને પેન્સિલ સિંદૂર પણ જોવા મળે છે, ઘણા લોકો એવા છે કે જેઓ માને છે કે સિંદૂર માત્ર સુહાગ નું પ્રતીક છે પરંતુ આ સત્ય નથી, સુહાગનનું પ્રતીક હોવાના પણ અન્ય ઘણા ફાયદા છે. સિંદૂર લગાવીને મહિલાઓને સિંદૂર લગાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છૂપાયેલા છે.

જાણો સિંદૂર લગાવવાના લાભો

ધાર્મિક કારણ મુજબ સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે, જોકે આ બાબતમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ સચોટ જાણકારી મળી શકી નથી.ધાર્મિક પુસ્તકોમાં એક વાર્તા વર્ણવવામાં આવી છે કે જ્યારે ભગવાન બાલીને મારવા ગયા હતા, ત્યારે તેઓ તેને પ્રથમ સ્થાને મારી શક્યા હોત, પરંતુ ભગવાને જોયું કે બાલીની પત્ની તારાએ લાંબો સિંદૂર કરી હતી.જેના કારણે પ્રથમ વખત બાલીને મારી શક્યો નહીં, પરંતુ જ્યારે ભગવાન રામ આગલી વખતે બાલીને મારવા ગયા, ત્યારે તેમની પત્ની તારાના કપાળ પર સિંદૂર નહોતું, ત્યારે ભગવાન રામે બાલીને મારી નાખ્યાત્યારથઈ લઈને આજ દીન સુધી સિંદૂરને પતિના આયુષ્ય માટે સુકન માનવામાં આવે છે.

સિંદૂર લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે, આથી જ લક્ષ્મી માતા જે મહિલાઓ તેમના કપાળ પર સિંદૂર લગાવે છે તેનાથી હંમેશા ખુશ રહે છે.

આપણા હિન્દુ ધર્મમાં લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલા માટે તમે પણ જોયું હશે કે દેવી -દેવતાઓને લાલ રંગના કપડાં, લાલ રંગના ફૂલો અને લાલ રંગના ધ્વજ ચઢાવવામાં આવે છે.એટલા માટે પણ સિંદૂર ઘણુ મહત્વ ઘરાવે છે.

ધાર્મિક પુસ્તકો પ્રમાણે સમાજના વલોકોની દુષ્ટ નજરથી બચાવવા માટે પણ સિંદબર સુરક્ષાનું કામ કરે છે, અને તેના કારણે તે સ્ત્રીને જલ્દીથી કોઈ ખરાબ નજર લાગતી નથી,

આ સાથે જ સિંદૂર સુંદરતાનો પણ એક ભાગ છે.જે સ્ત્રી લગ્ન બાદ કપાળ પર સિંદૂર લગાવે છે તો તેની સુંદરતા ઘણી વધી જાય છે,