Site icon Revoi.in

શરીરમાં એસીડીટી કેમ થાય છે? તેની પાછળ આ હોય છે કારણો

Social Share

એસીડીટીની સમસ્યા આમ તો સામાન્ય છે, બધા લોકોને થતી હોય છે પરંતુ તેની અવગણના કરવી અને તેને નકારી દેવી તે કોઈકવાર મોટી સમસ્યામાં મુકી દે છે. જાણકારોના કહેવા અનુસાર એસીડીટી થવા પાછળના અનેક કારણો હોય છે જેમાં એવું હોય છે કે જ્યારે વ્યક્તિ ખરાબ ખાવાની આદતો, તણાવ, ધૂમ્રપાન, દારૂનું સેવન, કસરતનો અભાવ અને ખરાબ જીવનશૈલીને ફોલો કરતો હોય ત્યારે આ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.

આ સિવાય એસીડીટી પણ મોટે ભાગે એવા લોકોને થાય છે જેઓ નોન-વેજ વધારે ખાતા હોય છે અથવા તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરે છે. અમુક દવાઓ, જેમ કે નોન-સ્ટીરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી દવાઓ, ગેસ્ટ્રિક એસિડિટીવાળા લોકોને મદદ કરી શકે છે. પરંતુ આ સ્વાસ્થ્ય સમસ્યામાં ડૉક્ટરની પરવાનગી વિના કોઈપણ દવા લેવી યોગ્ય નથી.

જ્યારે પેટની(Stomach ) ગેસ્ટ્રિક ગ્રંથિ એસિડનું (Acid ) ઉત્પાદન વધારવાનું શરૂ કરે છે, ત્યારે આ સ્થિતિને એસિડિટી (Acidity ) કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણું પેટ હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રાવ કરે છે, જે ખોરાકને પચાવવા અને તોડવાનું કામ કરે છે. જ્યારે વ્યક્તિ એસિડિટીથી પીડિત હોય ત્યારે શરીરમાં અપચો, હોજરીનો સોજો, હાર્ટબર્ન, અન્નનળીમાં દુખાવો, પેટમાં અલ્સર અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ જોવા મળે છે.

આનું નિરાકરણ એ છે કે મસાલેદાર ખોરાક ન ખાવો તમારા આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો, પોતાને જાતને હાઇડ્રેટેડ રાખો ખોરાક ચાવો અને ખાઓ રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 3 કલાકનું અંતર રાખો તુલસીના પાન, લવિંગ, વરિયાળી વગેરે ચાવો. બિનજરૂરી રીતે દવાઓ ન લો

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની માહિતી માત્ર જાણકારી માટે છે પણ જ્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો ડોક્ટરને પાસેથી સલાહ જરૂરથી લેવી જોઈએ

Exit mobile version