Site icon Revoi.in

કેમ વધી રહી છે પ્લાઝમાની માગ, ક્યારે પ્લાઝમાં લેવુ અને ક્યારે ડોનેટ કરવુ, વાંચો મહત્વની જાણકારી

Social Share

ભારતમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે.આ દરમિયાન કોરોના વાયરસથી પીડાતા લોકોમાં પ્લાઝમાની માંગમાં વધારો થયો છે.જો કે, લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અને ફરી એકવાર સંક્રમિત થવા વિશે ધણી શંકાઓ છે.

ખરેખર, તે એક દંતકથા છે અને ઘણા ડોકટર આ વાત પર જોર આપે છે કે, લોકોએ આગળ આવવું જોઈએ. અને પ્લાઝમા ડોનેટ કરવું જોઈએ. કારણકે તે ઘણા લોકોના જીવ બચાવી શકે છે.

પ્લાઝમા શું છે ?

પ્લાઝમા થેરેપી એક એવી ટ્રીટમેંટ છે, જે સાજા થયેલા કોરોના વાયરસ દર્દીઓનું લોહી લેવામાં આવે છે,જેથી સંક્રમિત વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી વિકસિત કરી શકાય. પ્લાઝમા એ પ્રવાહી ભાગ છે, જે રક્ત માંથી દુર થાય છે. અને બાકી બચેલા વ્હાઈટ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ,પ્લેટલેટ્સ અને બીજા સેલ્યુલર કંપોનેટસ પણ દૂર થાય છે. ખાસ કરીને આ પ્રકિયામાં લોહી ફરીવાર શરીરમાં ટ્રાન્સફર થઇ જાય છે.અને બ્લડનું કઈ નુકશાન થતું નથી. અને પ્રોસેસ પણ હાર્મલેસ છે.

તમે પ્લાઝમા ક્યારે ડોનેટ કરી શકો છો ?

એક વ્યક્તિ કોરોના વાયરસનો પોઝીટીવ ટેસ્ટ કરાવ્યા બાદ લગભગ 30-40 દિવસ પછી કોરોના વાયરસથી ઠીક થયો હોય, તે પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ સમયગાળાના રૂપમાં સાજા થયેલા વ્યક્તિના શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટીબોડી વિકસિત થઇ જાય છે.

પ્લાઝમા ડોનેટ કોણ કરી શકે છે ?

જે લોકો 18 વર્ષથી વધારે ઉમરના છે અને તેનો વજન ઓછામાં ઓછો 50 કિલો હોવો જોઈએ, તે લોકો પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

તમે કેટલીવાર પ્લાઝમા ડોનેટ કરી શકો છો ?

અમેરિકન રેડ ક્રોસ મુજબ, તમે એક વર્ષમાં 13 વખત પ્લાઝમા ડોનેટ કરી શકો છો, જો કે ઘણા ડોકટરોએ કહ્યું છે કે, જે લોકો કોરોના વાયરસથી સાજા થયા છે, તે દર અઠવાડિયે બે વાર પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

પ્લાઝમા ડોનેશનથી કોરોના વાયરસ દર્દીઓ કેવી રીતે સાજા કરે છે ?

પ્લાઝમા થેરેપીને કોરોના વાયરસ દર્દીઓ માટે પૈસિવ ઈમ્યુનિટીના રૂપમાં ઓળખવામાં આવે છે, કારણકે તે કોવિડ- 19 સંક્રમિત વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીને ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. એન્ટીબોડી સંક્રમિત વ્યક્તિના શરીરમાં ડેડલી પેથોજેનથી લડવામાં મદદ કરે છે.

શું પ્લાઝમા ડોનેટ કર્યા બાદ ડોનરના શરીરમાં કોઈ અસર પડે છે ?

પ્લાઝમા ડોનેટ એક હાર્મલેસ પ્રોસેસ છે અને આ પ્રોસેસમાં, ડોનરના શરીરમાં કોઈ પણ પ્રકારની લોહીની અછત રહેતી નથી, માત્ર લિક્વિડ જેમાં એન્ટીબોડી હોય છે, તેને ડોનરના શરીરમાંથી લેવામાં આવે છે.

પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરનાર પહેલું રાજ્ય કયું હતું ?

કોરોના વાયરસ પ્લાઝમા થેરેપીનો પ્રયાસ કરનાર કેરળ પહેલું ભારતીય રાજ્ય છે. તે 18 એપ્રિલ, 2020 ના શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટીટયુટ ફોર મેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરવામાં આવ્યું હતું.

Exit mobile version