Site icon Revoi.in

ભારતમાં માર્ચના આરંભ સાથે શિયાળો વિદાય લેશે, ઉનાળાનો પ્રારંભ થશે

Social Share

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. બપોરના ગરમી અને વહેલી સવારે ઠંડી પડતી હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં શિયાળો વિદાય દેશે અને ગરમી વધશે. ઉનાળાના આરંભ સાથે ગરમીનો પ્રારંભ થવાની શકયતા છે.

ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે ધારણા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. આગામી બે અઠવાડિયા માટે આગાહીમાં IMD એ જણાવ્યું હતું કે, અઠવાડિયાના મોટાભાગના દિવસો માટે દેશના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે 24 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની ધારણા છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે વિવિધ પરિમાણો સૂચવે છે કે આગામી બે અઠવાડિયા દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની કોઈ શક્યતા નથી.