Site icon Revoi.in

હાર્દિક પટેલને સુપ્રીમે રાહત આપતા હવે વિધાનસભાની ચૂંટણી લડી શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આખરે રાહત મળી છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલી તોડફોડ કેસમાં હાદિર્ક પટેલને રાહત મળી છે.  હાદિર્ક પટેલે  ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની રાહત બાદ હાદિર્ક પટેલ હવે વિધાનસભાની 2022ની ચૂંટણી લડી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વર્ષ 2015માં પાટિદાર અનામત આંદોલન સમિતિનું ગઠન કરીને હાદિર્ક પટેલે  પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઈને આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે આંદોલનને કારણે હિંસા થઈ હતી અને ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી. હાદિર્કને ટ્રાયલ કોર્ટ દ્વારા તોફાનોમાં તેની ભૂમિકા માટે, મિલકતને નુકસાન અને ગેરકાયદેસર સભાના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાદિર્ક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેના કારણે તે ચૂંટણી નહોતા લડી શકયા. ત્યારબાદ તેમણે સ્ટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યેા હતો.

હાદિર્ક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, તેને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી એ અધિકારનું ઉલ્લંઘન છે. હાદિર્ક પટેલે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. હાદિર્ક પટેલના વકીલે કહ્યું કે, તે કોઈ ગંભીર હત્યારો નથી પોલીસે પોતાની સત્તાનો દુપયોગ કર્યેા છે.