Site icon Revoi.in

મહિલા સશક્તિકરણ! ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને આપ્યું સ્થાયી કમિશન

Social Share

દિલ્હી :સ્થાયી કમિશન એટલે નિવૃત્તિ સુધી સેનામાં કરિયર, જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષ માટે છે. આમાં, અધિકારી પાસે 10 વર્ષના અંતે સ્થાયી કમિશન છોડવાનો અથવા પસંદ કરવાનો વિકલ્પ છે. જો કોઈ અધિકારીને સ્થાયી કમિશન ન મળે તો અધિકારી ચાર વર્ષનું એક્સટેન્શન પસંદ કરી શકે છે.

ભારતીય સેનાએ આજે 29 ઓક્ટોબરે 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જીત્યા બાદ સેનાની 39 મહિલા અધિકારીઓને આ મહિને 22 ઓક્ટોબરે કાયમી કમિશન મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે સેનાને 1 નવેમ્બર સુધીમાં તેમને કાયમી કમિશન આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે આ મહિલા અધિકારીઓને સાત કામકાજના દિવસોમાં નવી સેવાનો દરજ્જો આપવામાં આવે.

કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે 71માંથી 39ને સ્થાયી કમિશન આપી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં એ.એસ.જી. સંજય જૈને જણાવ્યું કે, 72 મહિલા અધિકારીઓએ સેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી, તેમાંથી સરકારે 71 કેસ પર પુનર્વિચાર કર્યો છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ બી.વી. નાગરથનાની બે જજની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. મહિલા અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વી.મોહના, હુઝેફા અહમદી અને મીનાક્ષી અરોરાએ કોર્ટને જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓને ગેરલાયક ઠેરવવા એ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે ભારતીય સેનાને તમામ મહિલા શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસરોને સ્થાયી કમિશન આપવાનો નિર્દેશ આપ્યો હતો.