Site icon Revoi.in

સોલા સિવિલ હોસ્પિટલમાં આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઊજવાયો

Social Share

અમદાવાદઃ વિશ્વમાં જુદા જુદા ડે ઊજવવામાં આવતા હોય છે. આજે 25મી સપ્ટેમ્બરનો દિન વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકે ઊજવાયો હતો. આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે સોલા સિવિલના ફાર્માસિસ્ટોએ કેક કાપી ઊજવણી કરી હતી અને લોકોમાં બિમારી અંગે જાગૃતતા ફેલાવવા માટે દર્દીઓનુ કાઉન્સિલીંગ કરી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દર્દીઓને મેલેરિયાથી બચવા શું-શું કાળજી રાખવી , જંક ફુડ લેવાથી થતી બિમારીઓ, ઘર અને શરીરની સ્વચ્છતા કેમ રાખવી અને બિમારી ઘરમાં ન પ્રવેશે તે માટે કાળજી રાખવા એવેરનેસ ફેલાવવા લોકોને જાગૃત કર્યા હતા.

કોરોના કાળ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ ખડેપગે દર્દીઓ પાસે ઉભા રહ્યા તેમને નિયમિત દવા પૂરી પાડી. કસરતો , વ્યાયામ , પ્રાણાયામ , યોગ કરવાની સલાહ આપી કોરોનાથી ગભરાયા સિવાય દર્દીઓને પડખે ભગવાન બનીને ઊભા રહ્યા. સોલા સિવિલમાં કોઈપણ દવાઓની ઈજેકશનોની, સિરપ કે , ઈસ્યુમેન્ટની ઊણપ ન વર્તાય તેનું ધ્યાન રાખી કોરોનાને હંફાવવા સમાજ અને લોકો માટે જાગૃત રહ્યા. એ સમયે ઈન્ફેકશન માટેની કતારો જોઈ ફાર્માસિસ્ટોનું હૃદય દ્રવી ઊઠેલુ તેમનો આત્મા રડતો હતો. પણ હિંમત હાર્યા સિવાય જરૂરી દર્દીઓને ઈજેકશન સપ્લાય પૂરો પાડ્યો અને ખરેખર કોરોના વોરિયર્સ તરીકે સમાજમાં ઊભરી આવ્યા ખરેખર ફાર્માસિસ્ટનો રોલ હોસ્પિટલ , દવાખાના , આરોગ્ય સેન્ટર , અર્બન સેન્ટર ખાતે ખૂબ જ અગત્યનો હોય છે . ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખ વિસ્મિત શાહ અને મહામંત્રી ચિરાગ સોલંકી , એડીશનલ ડાયરેક્ટર તબીબી સેવાઓ , આરોગ્ય અને તબીબી શિક્ષણ ત્રણેય પાંખના વડાઓએ ફાર્માસિસ્ટને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપતા પરિપત્ર કર્યા તે બદલ તેમનો ખૂબ આભાર માની કોરોના વોરિયર્સ તરીકે ગણ્યા એ માટે સન્માન મહેસૂસ કરે છે .

અત્રે ઉલ્લેખનિય છે કે, એક તરફ આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યમાં ફાર્માસિસ્ટની 48 ટકા જગ્યાઓ ખાલી છે. ફાર્માસીસ્ટ તરીકેની ફરજ બજાવતા મોટા ભાગના વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. તબિબિ શિક્ષણની 85 ટકા, આરોગ્ય વિભાગની 37 ટકા, તબીબી સેવાઓની 43 ટકા જગ્યાઓ ખાલી છે. ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે. પરંતુ, ફાર્માસિસ્ટ બેરોજગારોની ભરતી બાબતે નિરસતા જોવા મળી રહી છે.