1. Home
  2. Tag "celebrated"

ભારતમાં પ્રથમવાર 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને શ્રમિક ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા છે. દર વર્ષે આ દિવસે કાર્યકરોના સન્માનમાં રેલી, સભા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કામદારોને પ્રાધાન્ય આપતા, 16 ઓક્ટોબર 2014 […]

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ: 1983માં 15 માર્ચે પ્રથમ વખત ગ્રાહક દિવસની ઉજવણી કરાઈ હતી

આજના બજારના યુગમાં ગ્રાહકે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે ગ્રાહકોને જાગૃત કરવાના હેતુથી અનેક પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણીનો વિચાર સૌપ્રથમ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ આપ્યો હતો. 15 માર્ચ, 1962ના રોજ, જ્હોન એફ. કેનેડીએ […]

વિશ્વ કિડની દિવસઃ કીડનીને સ્વસ્થ રાખવાનું કેટલું જરૂરી છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવાય છે

નવી દિલ્હીઃ આજે વિશ્વ કિડની દિવસ છે. કિડની આપણા શરીરનો તે ભાગ છે, જેમાં સહેજ પણ નુકસાન આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે. હૃદયની જેમ, કિડની પણ 24*7 કામ કરે છે. ફિલ્ટરની જેમ કિડની આપણા શરીરમાં લોહીને સાફ કરવા અને ગંદકી દૂર કરવાનું કામ કરે છે. જો તેમાં કોઈપણ પ્રકારની ખામી સર્જાય તો […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: જાણો કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

નવી દિલ્હી, દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે. આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ […]

જમ્મુ-કાશ્મીર સંકલ્પ દિવસ કેમ 22મી ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે જાણો….

જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ બાદ પાકિસ્તાને અહીંના મોટા વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું હતું. આના સંદર્ભે, 22 ફેબ્રુઆરી 1994 ના રોજ, દેશની સંસદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પર અધિકારનો દાવો કરવામાં આવ્યો હતો અને તેને ભારતનો અવિભાજ્ય હિસ્સો ગણાવ્યો હતો. લગભગ ત્રણ દાયકા પહેલાં, 22મી ફેબ્રુઆરીના દિવસે, […]

ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં UP સહિત 6 પ્રદેશોના સ્થાપના દિવસ ઊજવાયો

ગાંધીનગરઃ રાજભવન ખાતે 24મી જાન્યુઆરીને બુધવારે ઉત્તર પ્રદેશ સહિત 6 પ્રદેશોનો સ્થાપના દિન ઊજવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતો, મનીષીઓને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. ભારતે […]

ગુજરાતના રાજભવનમાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સ્થાપના દિન ઊજવાયો

ગાંધીનગરઃ  પહેલી નવેમ્બરનો દિન પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો સ્થાપના દિવસ તરીકે ઊજવાય છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે 1લી નવેમ્બરને બુધવારે  રાજભવનમાં આ 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિભિન્ન રાજ્યોના યુવાનો-લોકકલાકારોએ નયનરમ્ય લોકનૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતમાં સ્થાયી […]

શા માટે 24 સપ્ટેમ્બરે દીકરી દિવસ ઉજવવામાં આવે છે? જાણો શું છે તેની પાછળની કહાની

ભારતમાં દીકરીઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. ક્યાંક કોઈ પિતા પોતાની દીકરીને આદિશક્તિનું સ્વરૂપ માને છે તો ક્યાંક તેને લક્ષ્મીનું સ્વરૂપ માને છે. જો કે, કેટલીક જગ્યાએ તો તેનાથી વિપરિત એવું જોવા મળ્યું છે કે દીકરીના જન્મ પર લોકોમાં શોકનો માહોલ છે અને કેટલાક લોકો દીકરીના જન્મને અશુભ માને છે. પરંતુ ભારતીય પરંપરા અને ભારતીય […]

જ્યોર્જિયામાં ઓક્ટોબર મહિનાને ‘હિન્દુ હેરિટેજ મહિના’ તરીકે ઉજવાશે

નવી દિલ્હીઃ એક સત્તાવાર જાહેરાતમાં ગવર્નર બ્રાયન કેમ્પે ઓક્ટોબરને ‘હિન્દુ હેરિટેજ’ મહિનો જાહેર કર્યો છે. આ ઘોષણા હિંદુ વારસાને તેની સમૃદ્ધ, સંસ્કૃતિ અને ભારતમાંથી ઉદ્ભવતી વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ પર ભાર મૂકીને ઉજવવાના હેતુને દર્શાવે છે. 23 ઓગસ્ટના રોજ જ્યોર્જિયાના ગવર્નર દ્વારા કરાયેલી ઘોષણામાં કહેવામાં આવ્યું કે, “હિંદુ અમેરિકન સમુદાયે જીવનને સમૃદ્ધ બનાવીને જ્યોર્જિયા રાજ્યના જીવનશક્તિમાં […]

પાટનગર ગાંધીનગરનો 59નો સ્થાપનાદિન ઊજવાયો, મેયરે નગરજનોને પાઠવી શુભેચ્છા

ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરનો બુધવારે 59મો સ્થાપના દિવસ છે. 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરની પ્રથમ ઇંટ જીઈબી કોલોની ખાતે મુકાઈ હતી. આ 5 દાયકાની સફરમાં ગાંધીનગર સરકારી કોલોનીથી આગળ વધીને વિશ્વના નકશામાં સ્થાન પામ્યું છે. વિકાસના શિખરો સર કર્યા છે. ગાંધીનગરના 59માં સ્થાપના દિનની બુધવારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરની જ્યાં પ્રથમ ઈંટ મૂકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code