Site icon Revoi.in

ભુજ તાલુકાના નાના રેહા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી

World Sparrow Day celebrated

World Sparrow Day celebrated

Social Share

ભુજ, 23 માર્ચ, 2026 – World Sparrow Day celebrated વિશ્વ ચકલી દિવસની ઉજવણી પ્રસંગે ભુજ તાલુકાની શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ૩૦૦ જેટલા ચકલી ઘર (મૈત્રીભાવ ગ્રુપ કુકમા ના પ્રોજેક્ટ સેવ સ્પેરો કેમ્પઈન) અંતર્ગત આપવામાં આવ્યા.

આ પ્રસંગે વિદ્યાર્થીને પર્યાવરણમાં ચકલીઓનું મહત્ત્વ અને પર્યાવરણ બચાવો, ચકલી બચાવો વિશે સમજ આપવામાં આવી. શાળાના આચાર્ય જટુભા રાઠોડ અને શિક્ષક ભાવિક ચૌહાણ એ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે, ચકલી સંરક્ષણ માટે દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ. વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિકમાંથી જીવદયાના જતન માટે વેકેશનમાં અને નવરાશની પળોમાં ક્ષણેક્ષણનો સદુપયોગ કરી પાણીની બોટલોના વૃક્ષ-વેલ-છોડ માટે રક્ષા કવચ પીંજરા બનાવવા જોઈએ. નવરાત્રી દરમ્યાન ક્યારાઓ ફરતે રાખવામાં આવતાં ગરબાઓનું સ્થાપન કર્યા પછી વિસર્જન કરવા માટે આ ઉત્તમ સત્કર્મ પ્રવૃત્તિમય સેવા મહાશ્રમયજ્ઞમાં આહૂતિ પ્રદાન છે. ટપક પાણી સિંચાઈ યોજના જરા હટકે અલગ રીતે અમલવારી કરીએ એ જ વર્તમાન સમયમાં પાણીની બચત સાથે યોગ્ય ઉપયોગ સચોટતાથી કરવો એ જ યોગ્ય લેખાશે. આ બાબતે જનજાગૃતિ પર ખાસ આગ્રહપૂર્વકનો હ્રદય સ્પર્શી ભાર મુક્યો હતો. સાથે શાળાના શિક્ષકો ગૌતમ પ્રજાપતિ, અંકિત પ્રજાપતિ, ઉર્વિબેન મિસ્ત્રી, વિત્તલ પ્રજાપતિ, ચંદ્રિકાબા સોઢા જોડાયાં હતાં.

આ પણ વાંચોઃ ભુજની અંતરા ભટ્ટને બ્રહ્મ નારીશક્તિ સન્માન-ર૬નું બિરૂદ એનાયત

Exit mobile version