Site icon Revoi.in

વિશ્વ યુદ્ધના ભણકારાઃ હવે ઈઝરાઈલ સામે લેબનાને ખોલ્યો મોરચો, રોકેટથી કર્યો હુમલો

Social Share

દિલ્હીઃ ઈઝરાઈલ અને ફિલિસ્તીન વચ્ચે યુદ્ધ ખતન થવાની જગ્યાએ વધુ ઉગ્ર બની રહ્યું છે. હવે આ યુદ્ધમાં લેબનાનની પણ એન્ટ્રી થઈ છે. જેથી વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. લેબનાનની તરફથી ઈઝરાઈલ ઉપર ચાર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઈઝરાઈલે પણ હવાઈ હુમલા કર્યાં હતા. ઈઝરાઈલની સેનાએ કહ્યું હતું કે, લેબનાન તરફથી ઉત્તરી ઈઝરાઈલ તરફ ચાર રોકેટ છોડવામાં આવ્યાં હતા. એક રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યું હતું. જ્યારે બે રોકેટ સમુદ્રમાં અને એકને હવામાં જ ઉડાવી દેવામાં આવ્યું હતું.

ઈઝરાઈલ ઉપર થયેલા રોકેટ હુમલાને લેબનાનમાં સક્રિય આતંકવાદીઓએ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર રોકેટ દક્ષિણ કાલયાલેહ ગામમાંથી છોડવામાં આવ્યાં હતા. ઓછામાં ઓછા ચાર રોકેટ લેબનાનના વિસ્તારમાં પણ પડ્યાં હતા. લેબનાનના હવાઈ હુમલાથી ઈઝરાઈલની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ ગંભીર સ્વરૂપ ધારણ કરશે.

લેબનાનના આતંકવાદી સંગઠન હિજબુલ્લાહ ઈઝરાઈલ દ્વારા ફિલિસ્તીન ઉપર કહેલા હુમલા અને અમેરિકાએ ઈઝરાઈલને આપેલા સમર્થનથી નારાજ છે. એવુ મનાઈ રહ્યું છે કે, તેણે જ રોકેટ હુમલો કર્યો હતો અને હજુ પણ હુમલો કરે તેવી શકયતા છે. જો લેબનાન સરકાર હિઝબુલ્લાહ ઉપર કાર્યવાહી નહીં કરે તો ઈઝરાઈલ ગંભીર કાર્યવાહી કરવા મજબુર બનશે. જેમાં અમેરિકા પણ ઈઝરાઈલને સમર્થન આપે. આ પરિસ્થિતિમાં તુર્કી સહિતા મુસ્લિમ દેશો એક સાથે ઈઝરાઈલની વિરોધમાં મોરચો ખોલી શકે છે. તુર્કી રૂસને સતત પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઈઝરાઈલમાં હવાઈ હુમલાથી ગાજા પટ્ટીમાં કામ કરતા છ લોકોના મોત થયાનું તથા કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. સેનાએ જણાવ્યું હતું કે, હમાસ શાસિત વિસ્તારમાંથી સતત રોકેટ હુમલાને ધ્યાનમાં રાખીને તેમણે દક્ષિણમાં ઉગ્રવાદિઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે. હુમલામાં 40 સભ્યોવાળા અલ-અસ્તલ પરિવારનું ઘર નાશ પામ્યું હતું. બીજી તરફ હમાસના અલ-અક્સા રેડિયોએ જણાવ્યું હતું કે, ગાજા સિટી પર થયેલા હવાઈ હુમલામાં તેમના એક સંવાદાતાનું પણ મોત થયું છે.