Site icon Revoi.in

હવે યમુના એક્સપ્રેસ-વે ને મળી શકે છે આ નવું નામ, પીએમ મોદી કરશે જાહેરાત

Social Share

દિલ્હીઃ યુપીની યોગી સરકાર ખાસ કરીને જિલ્લાના નામ બદલતી રહે છે ત્યારે હવે ધીરે ધીરે એક્સપ્રેસના નામ પણ બદલી રહી છે.
હવે એવી ધારણા કરાઇ રહી છે કે યમુના એક્સપ્રેસનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી થઈ શકે છે. જેવર એરપોર્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી એની જાહેરાત કરે તેવી સંભાવના છે. સીએમ યોગી કાર્યક્ર્મ સ્થાનનું નિરીક્ષણ કરશે. બાદમાં અધિકારીઓની સમિક્ષા બેઠક કરશે.

હકિકતમાં 25 નવેમ્બરે પીએમ મોદી એને સીએમ યોગી આદિત્યનાથ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે. શિલાન્યાસ કાર્યક્રમની સાથે એરપોર્ટ સાઈટ પર જનસભા થશે. એરપોર્ટ સાઈટ પર જનસભાને લઈને તૈયારી શરુ થઈ ગઈ છે. જેવર એરપોર્ટના શિલાન્યાસ માટે પીએમ મોદી અને યોગીના આગમનને લઈને પોલીસે પણ સુરક્ષા એજન્સીઓની સાથે તૈયારી શરુ કરી છે.

આ એક્સ્પ્રેસ વેનું નામ બદલવા પાછળ રાજકારણ હોવાનું કહેવામા આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બ્રાહ્મણ સમાજ ભાજપથી નારાજ છે ત્યારે બ્રાહ્મણોને ખૂશ કરવા માટે એક્સપ્રેસના નામ અટલ બિહારીના નામથી રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બસપા સુપ્રીમો માયાવતીના કાર્યકાળમાં નિર્માણ પામેલો આ યુપીનો પહેલો એક્સપ્રેસ વે હતો. આ 6 લેનનો 165 કિમી લાંબો માર્ગ છે. જે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં ગ્રેટર નોયડાને ઉત્તર પ્રદેશમાં આગ્રા સાથે જોડે છે. આ એક્સપ્રેસ વે પર 14000 કરોડ રુપિયાથી વધારે ખર્ચ આવ્યો હતો.