Site icon Revoi.in

ચક્રવાક બિપરજોયને લઈને ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ જારી

Social Share

ગાંઘીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી ચક્રવાત બિપરજોયને લઈને  એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો સાથે જ દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યમાં આ ચક્રવાતનું જોખમ જોતા યોલ એલર્ટ જારી કરાયું છે, આ સાથે જ ગુજરાતના 6 જીલ્લામાં ચક્રવાતનું જોખમ વધુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

જાણકારી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વર્ષનું પ્રથમ ચક્રવાત બિપરજોય અત્યંત તીવ્ર  બન્યું છે. તે 15 જૂન સુધીમાં ગુજરાતના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે જ  આ ચક્વાત 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

IMDએ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરી જિલ્લામાં 14 અને 15 જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.  14 જૂને અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને 15 જૂને અસરગ્રસ્ત જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે  એ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિતેલા દિવસે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બન્યું  તે પોરબંદરથી લગભગ 480 કિમી દૂર હતુ ત્યારે આજે યલો એલર્ટ જારી કરાયું છે.આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારમાં ક્યાં જમીન પર ત્રાટકશે તે અંગે આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થશે. 13 થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ અને 150 કિલોમીટર  સુધીના પવનની ઝડપને કારણે કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે.

વિતેલા દિવસને રવિવારે સાંજે મુંબઈથી લગભગ 540 કિમી પશ્ચિમમાં સ્થિત હતું. રવિવારે સાંજે ચક્રવાત બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, “તે 14 જૂનની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 15 જૂનની બપોર સુધીમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રને પાર કરી શકે છે.આ સાથે જ માછીમારોને દરિયા પર ન જવાની સૂચના અપાઈ છે તો સાથે જ  દરિયા કિનારાઓ લોકો માટે બંધ રખાયા છે.