Site icon Revoi.in

પીળા રંગના ખોરાક અને તેનું હાર્ટ એટેક સાથેનું કનેક્શન,જાણો

Social Share

કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ આપણી આસપાસ એવી પણ હોય છે કે જે આપણી સુરક્ષા કરતી હોય છે. આપણા દ્વારા તેનું મહત્વ કદાચ સમજાતું નથી પણ તે શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. જો વાત કરવામાં આવે પીળા રંગના ખોરાકની તો તેનું કનેક્શન હાર્ટ એટેક સાથે જોડાયેલું છે.

જાણકારી અનુસાર ઔષધીય ગુણો ધરાવતા લીંબુનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. લોકો આરોગ્ય સંભાળ, વજન ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા જેવી જરૂરિયાતો માટે નિયમિતપણે લીંબુનું સેવન કરે છે. તેમાં રહેલું વિટામિન સી આપણને માત્ર હૃદય રોગથી જ નહીં પરંતુ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે. લીંબુથી શરીરની ચરબી બર્ન કરી શકાય છે અને આ સિવાય ખરાબ કોલેસ્ટ્રોલને પણ બહાર કાઢી શકાય છે.

આ ઉપરાંત ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ કેરીનો એક ફાયદો એ છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે કેરી એક એવું ફળ છે, જે હાર્ટ એટેકના જોખમને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જેથી ડોકટરો પણ મર્યાદિત માત્રામાં તેના સેવનની ભલામણ કરે છે.

અનાનસ માટે એવું પણ કહેવાય છે કે તે હાર્ટ એટેકના જોખમને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે, આ ફળને આહારનો ભાગ બનાવો અને અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર ચોક્કસ ખાઓ. હૃદયરોગના દર્દીઓએ ડૉક્ટરની સલાહ પર જ તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય તેનું વધુ પડતું સેવન ન કરો, તેનાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.