બાંગ્લાદેશ ક્રિકેટના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ક્રિકેટના સ્ટેડિયમમાં આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં ખસેડાયાં
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હૃદયરોગનો હુમલો આવ્યો છે. મેચ રમતી વખતે તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL) માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. […]