Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં દારૂ પીવા અને વેચવાને લઈને યોગી સરકારનું કડક વલણ – આપ્યા આ આદેશ

Social Share

લખનૌ – ઉત્તરપ્રદેશ ની સરકાર પોતાના રાજ્યની ભલાઈ માટે અવારનવાર મહત્વના નિર્ણય લેતી હોય છે ત્યારે હવે દારૂ વેચાણ તથા દારૂ પીવાની પોલિસીને લઈને યોડી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યા છે .

પ્રાપ્ત વિગત પ્રમાણે  યુપી એક્સાઇઝ વિભાગે વિભાગીય સમીક્ષા બેઠક યોજી હતી , આ બેઠકમાં મંત્રી નીતિન અગ્રવાલ સહિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં આવક વધારવાની સાથે સરહદી જિલ્લાઓમાં વધુ તકેદારી રાખીને આંતર-રાજ્ય દારૂની દાણચોરીને કાબૂમાં લેવા અને અમલીકરણની કામગીરીને ઝડપી બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમ અમહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો બેઠકમાં 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને કોઈપણ સંજોગોમાં બાર કે દારૂની દુકાનોમાંથી દારૂ પીરસવા કે વેચવા નહીં તેવી સૂચનાઓ આપવામાં આવી છે.

આ સાથે જ બાળકોને દારૂ પીરસવા સામે ઘણી જગ્યાએ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. દારૂની હેરાફેરી રોકવા ખાસ સૂચનાઓ આગ્રા જિલ્લા, મથુરા, લખનૌ હાઈવેથી બુંદેલખંડ હાઈવે થઈને મિર્ઝાપુર થઈને સોનભદ્ર થઈને થતી દારૂની દાણચોરી પર ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.

એટલુંજ નહીં આ ઉપરાંત આ બાબતે જીએસટી અને પોલીસ વિભાગના અધિકારીઓનો પણ યોગ્ય સહકાર મળે તેવું પણ જણાવાયું છે. આબકારી વિભાગની અમલીકરણ ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને અસરકારક અમલીકરણ કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.