Site icon Revoi.in

ભારત દેશમાં પરંપરાથી ખવાતું આવ્યું છે ‘દહીં’ – સાત્વિક ખોરાકમાં ગણના સાથે ‘દહીં’નુ ખાસ મહત્વ

Social Share

 

ભારતના આરોગ્ય અને આહાર પ્રાચીન સમયથી જ દંહીને પોષણયૂક્ત આહાર ગણવામાં આવે છે, પશુ પાલન પ્રવૃતિ અને દૂધ ઉત્પાદનમાં મોખરે છે,આદિકાળથી ભારતમાં સભ્ય અને ધર્મ સંસ્કૃતિમાં દૂધ અને દુધમાંથી બનગી વાનગીઓને આરોગવામાં આવે છે જેમાં દંહીનું ખાસ મહત્વ રહેલું છે, ભારતમાં દહીંનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે .

અમેરિકાના લેખક ક્ધિફોર્મ ફિડંબર્ગના મત મુજબ દહીં અને ચીઝની સ્વીકૃતિ બાબતે હવામાનનો મહત્વનો ભાગ રહ્યો હતો. મધ્ય એશિયામાં દહીંનું ચલણ વધુ છે. ભારતમાં ચાલતુ દહીં અને છાશ રીચ ફૂડ અને ભરપુર લેકટોઝ બેકટેરીયા હોવાથી તે પાચન ક્રિયા અને સ્વાદ માટે બેવડી ભૂમિકા ભજવે છે. પનીર અને દહીં પર વાતાવરણની વ્યાપક અસર રહેતી હોવાથી એશિયામાં પનીરના બદલે દહીંનું ચલણ વધારે છે.

જ્યારે પણ આજે ગામડાઓમાં કે ઘરોમાં દુધ વધી પડે છે તક્યારે તેમાંથી દંહી જમાવી દેવામાં આવે છે, ભારતના લોકો ચીઝ,પનીર કરતા પણ વધુ સેવન દહીંનું કરે છે,પ્રાચીનકાળથી દંહી આરોગ્ય માટે સારુ માનવામાં આવે છે,અટલે જ થેપલા સાથે, પરાઠા સાથે કે કોી પર્કારની ચટણી બનાવવામાં પણ દંહીનો ઉપયોગ થાય છે.

આદિકાળથી દૂધ, છાશ અને દહીંનો ઉપયોગ થતો આવ્યો છે. જે પોષક તત્વો દંહીમાંથી મળે છે તે પનીરમાંથી મળતા નથી.દંહી દ્વારા પાંચન ક્રીયાઓ મજબુત બને છે.

દંહી ખાવાના જુદા જુદા ફાયદાઓ

જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે , તેને નિયમિત સેવન કરવું જોઈએ.

દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે.

દહીંમાં બેસન મિક્સ કરી લગાવવાથી ખીલ ઠીક થઈ જાય છે.

દહીં અમને લૂ લાગવાથી બચાવે છે અને લૂ લાગી જતા પર તેનું સેવન ફાયદાકારી હોય છે.

દહીં ખાવાથી શરીરથી ચરબી ઓછી થાય છે.

દહીં, દૂધથી વધારે અસરદાર હોય છે. તેનાથી હાડકાઓ અને દાંત મજબૂત હોય છે. આ આસ્ટિયોપોરોસિસથી લડવામાં પણ મદદ કરે છે.

સનબર્ન થતા બર્ન થયેલ જગ્યા પર દહીં લગાવાથી રાહત મળે છે.

તમે દહીં થી વાળ ધોઈ શકો છો. તેનાથી ખોડો પણ દૂર થઈ જશે અને વાળ સુંદર પણ જોવાશે. દહીં પ્રાકૃતિક કંડીશનર છે. તમે કંડીશનરના સ્થાન પર તેનો ઉપયોગ કરી શકો છો.

દહીંથી વાળ ધોયા પછી આ ધ્યાન રાખો કે તમે તમારા વાળને તરત સુકાવી લો.

જો દહીંથી ચેહરાની મસાજ કરાય, તો આ બ્લીચના જેવા કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે દંહીને એક સાત્વિક ખોરાક ગણવામાં આવે છે જ્યારે પેટ સારુ ન હોય ત્યારે માત્ર દહિં ખીચડી ખાયને સ્વસ્થ થાય છે

Exit mobile version