Site icon Revoi.in

આ આદતોના કારણે વ્યક્તિ માનસિક બીમાર ક્યારે પડે છે,તમે પણ જાણી લો

Social Share

દરેક વ્યક્તિ જાણે છે કે માનસિક અને શારીરિક તંદુરસ્તી કેટલી જરૂરી છે, દરેક લોકો આ માટે ધ્યાન પણ રાખતા હોય છે ત્યારે સામાન્ય રીતે લોકોએ જાણવું જોઈએ કે આ પ્રકારની આદતો લોકોને વધારે માનસિક બીમાર પાડી શકે છે.

સૌથી પહેલા તો જે લોકો રાત્રે 8 કલાકની ઊંઘ લે છે, તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. ઊંઘ ના મળતા ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેનાથી થાક, ચીડિયાપણું અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે. જો કે લોકો મોડી રાત સુધી મોબાઈલ કે અન્ય ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે જેના કારણે 8 કલાકની ઊંઘ પૂરી થતી નથી.

જો તમે તમારી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા માંગો છો, તો તમારે પોતાના વિચારો પર કાબૂ મેળવવો પડશે.તેને નિયંત્રિત કરતા શીખવું પડશે. જીવનમાં નકારાત્મક દ્રષ્ટિકોણના કારણે નકારાત્મક વિચારો મગજમાં આવે છે. નકારાત્મકતા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. અને જીવનનું બધુ સુખ નાશ કરી શકે છે. નકારાત્મકના કારણે જીવનમાં ઘણીવાર એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, જ્યારે તમે સંપૂર્ણપણે એકલા હોય છો. જેના કારણે તમે તણાવ અને ડરથી પસાર થાઓ છો. એટલા માટે, જીવનમાં તણાવ, ચિંતા અને ડરને ખતમ કરવો જરૂરી છે, કેમ કે ભવિષ્યમાં સમસ્યાઓ મોટું રૂપ લઈ શકે છે.

આજકાલના સમયમાં લોકોને વધારે સમય લેપટોપ અથવા ફોનની સ્ક્રીન સામે વિતાવે છે. જેના કારણે તમે તમારા હાથને વાળીને બેસો છો. જો,કે આ સ્થિતિમાં બેસવાથી કમરના દુખાવા, પીઠના દુખાવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. જેના કારણે તમે ઘણી વખત દર્દ મહેસુસ કરી શકો છો. તેના કારણે તમે તણાવ અને ડિપ્રેશનનો શિકાર બનવા લાગો છો. એટલા માટે, દિવસમાં લગભગ બે વખત 15થી 20 મિનિટ સુધી શરીરને સ્ટ્રેચ કરવું જોઈએ.