Site icon Revoi.in

શશિ થરૂર જેવું અંગ્રેજી તમે પણ લખી શકશો,આ રહી ટ્રીક

Social Share

આપણા દેશમાં અંગ્રેજી ભાષાને એક ટેલેન્ટની રીતે જોવામાં આવે છે, અંગ્રેજીને માત્ર ભાષાની રીતે જોવામાં આવતી નથી. આ કારણસર મોટાભાગના લોકોમાં એવી ઈચ્છા હોય છે કે તે લોકો અંગ્રેજી શીખે, બોલે અને લખે.. પણ હવે આ લોકોએ ચીંતા કરવાની જરૂર નથી. જો અંગ્રેજી હવે શીખવું હોય તો આ રહી તે માટેની સરળ રીત.

ગૂગલ દ્વારા યુઝર્સની સુવિધા માટે નવા અપડેટ જાહેર કરવામાં આવે છે. આવું જ એક નવું અપડેટ ગૂગલ ડોક્સ યુઝર્સ માટે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. જેની મદદથી ગૂગલ ડોક્સ યુઝર્સ શશિ થરૂરની જેમ મજબુત અંગ્રેજી લખી શકશે.

જો કે, Googleનું નવું અપડેટ તમામ Google Workspace પ્લાન માટે લાગુ કરવામાં આવશે નહીં. કંપનીએ કહ્યું કે ટોન અને સ્ટાઈલ સજેશન ફીચર માત્ર બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લાન, એન્ટરપ્રાઈઝ સ્ટાન્ડર્ડ, એન્ટરપ્રાઈઝ પ્લસ અને એજ્યુકેશન પ્લસ સબસ્ક્રાઈબર્સ માટે જ ઉપલબ્ધ હશે.

ગૂગલનો દાવો છે કે નવા અપડેટ બાદ યુઝર્સ ગૂગલ ડોક્સ ફાઇલમાં વ્યાકરણની ખામીઓને દૂર કરી શકશે. જોડણીની ભૂલો પણ સુધારી શકાય છે. આ સિવાય વાક્યો અને શબ્દો કેવી રીતે લખવા? આ અંગે ગૂગલ તરફથી રિયલ ટાઈમ સૂચન આપવામાં આવશે. આ વપરાશકર્તાઓની લેખન ગુણવત્તામાં સુધારો કરશે. Google તરફથી સેંસટિવ રાઈટિંગ ફિચર્સને આગામી થોડા અઠવાડિયામાં શરૂ કરવામાં આવી શકે છે.