Site icon Revoi.in

કૃષ્ણ ફળમાં ગુણોનો ભંડાર, તેના ફાયદા જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

Social Share

શિયાળાની ઋુતુ ભોજનની દ્રષ્ટીને ખૂબ સારી માનવામાં આવે છે. આ મૌસમમાં ઘણાબધા ફળો અને શાકભાજી ઉપલબ્ધ હોય છે. જે શિયાળામાં તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે. પેશન ફ્રૂટ તેમાનું એક છે. જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. જેને ભારતમાં કૃષ્ણ ફળના નામથી ઓળખાય છે. તેનોઉત્તમ સ્વાદની સાથે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે તેના કારણે આ વિદેશી ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

કૃષ્ણ ફળના નામથી ઓળખાતા આ પેશન ફ્રૂટ પેસિફ્લોરા વેલથી ઉત્પન્ન થાય છે. અને તે બ્રાઝીલ, પેરાગ્વે અને આર્જેન્ટિનાનામાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય હોવા છતા, તેમાં કેટલીક જાતો ઉષ્ણકટિબંધીય આબોહવામાં ખીલી શકે છે, અને તે જ કારણે હવે તેની ખેતી એશિયા, યૂરોપ અને ઉત્તર અનેરિકાના ઘણા દેશોમાં કરવામાં આવે છે.

પેશન ફ્રૂટ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં અનેક ગણુ ગુણકારી છે. આ વિટામિન સી થઈ ભરપુર હોય છે, જે સંક્રમણ અને બીમારીઓ સામે શરીરને સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ તેના એંન્ટીઓક્સીડેંન્ટ ગુણ ફ્રી ર્ડિકલ્સથી લડવામાં મદદ કરે છે અને સ્વસ્થ રાગપ્રતિકારક પ્રભાવને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

સારા પાચન માટે ફાઈબર ખૂબ જરૂરી છે, એવામાં પેશન ફ્રૂટમાં ભારે પ્રમાણમાં ડાઈટરી ફાઈબર સારા પાચન કરવા માટે મદદ કરે છે. આને તમારી ડાઈટમાં સામેલ કરવાથી કબજિયાતથી રાહત આપે છે. અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન મળે છે. પેશન ફ્રૂટને નિયમિત સેવન કરવાથી સારા પાચન અને પાચન તંત્રને વધું સારુ બનાવવામાં યોગદાન આપે છે.